તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હમ નહિ સુધરેંગે:આણંદ પોસ્ટ ઓફિસ બહાર ગ્રાહકોની ભીડ જામી, કોવિડ ગાઈડલાઈનનો જાહેરમાં ભંગ થયો

આણંદ13 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પોસ્ટ ઓફિસમાં સેનેટાઈઝરની પણ કોઈપણ પ્રકારની વ્યવસ્થા નથી

આણંદની મુખ્ય પોસ્ટ ઓફિસ બહાર ગ્રાહકો દ્વારા કોવિડ નિયમોનો બેરોકટોક ભંગ થતો જોવા મળી રહ્યો છે. આજે સપ્તાહના ત્રીજા દિવસે ઓફીસ બહાર ગ્રાહકોની ભારે ભીડ હોવાના કારણે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતો જોવા મળ્યો હતો. તેમજ પોસ્ટ ઓફિસમાં સેનેટાઈઝરની પણ કોઈપણ પ્રકારની વ્યવસ્થા રાખવામાં આવી હોવાનું જણાઈ રહ્યું નથી.

આણંદ શહેરમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે. સરકાર દ્વારા રાત્રી કરફ્યુ જાહેર કરાયો છે. અને સરકાર દ્વારા જનતાને કોરોના ગાઈડલાઈનના ચુસ્ત પાલન કરવા જણાવવામાં આવ્યું હોવા છતાં જનતા તેનો રતીભાર પણ અમલ કરી રહી નથી. જાહેર અનુશાસનનો ભંગ કરી જનતા કોરોનાને આમંત્રણ આપી રહી છે. અને જાતે કોરોના સુપર સ્પ્રેડર બની રહી હોવાનું પ્રદર્શિત થઈ રહ્યું છે.

પોસ્ટ ઓફિસના અધિકારીઓ દ્વારા કોવિડ-19ના નિયમોનું પાલન કરાવવામાં કોઈ તકેદારી રાખવામાં પણ અણદેખી કરવામાં આવી રહી છે. આણંદ શહેરમાં આવેલી મુખ્ય પોસ્ટ ઓફિસમાં આજે સવારે ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી હતી. પોસ્ટ ઓફિસના અધિકારીઓ દ્વારા કોવિડ-19 ના નિયમોનું પાલન કરાવવામાં આવતું ન હતું. જેના કારણે સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતો જોવા મળ્યો હતો.

તેમજ પોસ્ટ ઓફિસમાં આવનાર ગ્રાહકોને સેનેટાઈઝ કરવામાં આવતા નહોતા. મોટાભાગના ગ્રાહકો માસ્ક વિના જોવા મળ્યા હતા. જો આ કારણે આમાંથી કોઈ ગ્રાહકને કોરોના સંક્રમણ હોય અને તેના દ્વારા અન્યોને ફેલાય તો તેના માટે જવાબદાર કોણ ? સોશિયલ ડિસ્ટન્સના ભંગને લઈને અહીયા કોરોના પ્રસરવાની ભીતિ રહેલી છે. તેમ છતાં પોસ્ટ ઓફિસના અધિકારીઓ દ્વારા ગ્રાહકો કોવિડ નિયમોના પાલન કરાવવા કોઈ પગલા ભરવામાં આવ્યા ન હોવાનું જણાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો