તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:પુત્રના લગ્નમાં 250 માણસો ભેગા કરનારા જોળના ડેપ્યુટી સરપંચ સામે ગુનો

આણંદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
પોલીસ તપાસમાં લગ્ન સમારોહમાં 250 જેટલાં માણસોને બોલાવ્યા હતા - Divya Bhaskar
પોલીસ તપાસમાં લગ્ન સમારોહમાં 250 જેટલાં માણસોને બોલાવ્યા હતા
 • નિયમનું પાલન ન કરતા વિદ્યાનગર પોલીસ દ્વારા કાર્યવાહી

આણંદ પાસે આવેલા જોળ ગામના ડેપ્યુટી સરપંચે રવિવારે આયોજિત તેમના પુત્રના લગ્નમાં 250 માણસો ભેગા કરતા વિદ્યાનગર પોલીસે તેમના સહિત ત્રણ જણાં વિરૂદ્ધ જાહેરનામા ભંગ અને એપેડેમિક ડિસીઝ એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. વિદ્યાનગર પોલીસને કંટ્રોલમાંથી વર્ધી મળી હતી કે, જોળ ગામના ડેપ્યુટી સરપંચ ભરતભાઈ રાવજીભાઈ વાઘેલા પોતાના પુત્ર ધીરજના લગ્ન પ્રસંગમાં પોતાના ફળીયામાં તથા શેરીમાં મંડપ બાંધી-ડેકોરેશન કરી 100થી વધુ માણસોને બોલાવ્યા છે. જેને પગલે વિદ્યાનગર પોલીસની એક ટીમ રવિવારે બપોરે એક વાગ્યે જોળ ગામે તપાસમાં ગઈ હતી. જોકે, પોલીસને આવતાં જોતાં જ લગ્ન પ્રસંગમાં અફડા-તફડી મચી ગઈ હતી. લોકો પોલીસને જોતાં જ છૂટા પડી ગયા હતા. પોલીસે એ સમયે જોયું કે મોટાભાગના લોકોએ માસ્ક પહેર્યા નહોતા. તેમજ સોશ્યલ ડિસ્ટન્સનું પણ પાલન કર્યું નહોતું. દરમિયાન ત્યાં હાજર બે શખ્સના નામ-ઠામ પૂછતાં અલ્પેશ છગન વાઘેલા અને ચિરાગ કિરીટ પરમાર હોવાનું જણાવ્યું હતું. અને લગ્ન તેમના ભાઈના હોવાનું કહ્યું હતું.

કેટરીંગનું કામ ઠાકોર મંગળ ચૌહાણનું અને મંડપ ડેકોરેશનનું કામ મુકેશ જશભાઈ વાઘેલાને આપેલાનું હોવાનું જણાવ્યું હતું. પોલીસ તપાસમાં લગ્ન સમારોહમાં 250 જેટલાં માણસોને બોલાવ્યા હતા. હાલમાં કોરોના સંક્રમણ છે ત્યારે સરકારની ગાઈડલાઈન અનુસાર લગ્નપ્રસંગમાં માત્ર 100 માણસોને જ બોલાવી શકાય. જોકે, ડેપ્યટી સરપંચે ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરતા વિદ્યાનગર પોલીસે તેમના સહિત કેટરીંગ અને મંડપ ડેકોરેશનનું કામ લેનારા સામે જાહેરનામા ભંગ સહિત એપેડેમિક િડસીઝ એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો