વિદ્યાર્થીની ઉપલબ્ધિ:ડિજીટલ કોઈનની દેખરેખ રખાય તેવી અદ્યતન માઈનીંગ રીગ બનાવી

આણંદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમેરિકામાં અભ્યાસ કરતા આણંદના વિદ્યાર્થીની ઉપલબ્ધિ

નોલેજ ગ્રૂપ, આણંદના ચેરમેન રાજેશ ચૌહાણના પુત્ર રિજુલે અમેરિકાની આઇડાહો યુનિવર્સિટી ખાતે ધી ન્યુક્લિયર એન્જીનીયરીંગ અને ફિઝિક્સમાં બેચલર ડીગ્રી પ્રાપ્ત કરી છે. હાલમાં તેઓ ટેક્સાસમાં ઓસ્ટીન ખાતે ન્યુક્લિયર એન્જીનિયરિંગમાં પીએચડીનો અભ્યાસ કરે છે.

સામાન્ય રીતે આજના ડિજીટલ યુગમાં બીટ કોઈન સહિત અન્ય કોઈનમાં રોકાણ વધ્યું છે ત્યારે તેની વિશ્વસનીયતા અને નાણાકીય વ્યવહારને લઈને પણ સવાલ ઊભા થયા છે. ત્યારે વ્યવહારમાં વિશ્વસનીયતા ઊભી થાય અને ડિજિટલ કોઈનના વ્યવહારમાં દેખરેખ રાખી શકાય તે માટે અદ્યતન માઈનીંગ રીગ બનાવી છે. આ શોધ થકી ડિજિટલ કોઈનના વપરાશમાં વધુ પારદર્શકતા અને તટસ્થતા મેળવી શકાશે તેવો દાવો તેના દ્વારા કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...