તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Craze For Possession Of Weapons Increased In Anand District, 32 Applications Received In A Year And A Half, Eight Rejected

શોખ કે સુરક્ષા?:આણંદ જિલ્લામાં હથિયાર રાખવાનો ક્રેઝ વધ્યો, દોઢ વર્ષમાં 32 અરજી આવી, આઠ નામંજુર કરાઇ

આણંદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આણંદ શહેર અને અન્ય તાલુકા સહિત જિલ્લામાં 717 વ્યક્તિ પાસે હથિયારના પરવાનો છે

આણંદ જિલ્લામાં હાલ ગુનાખોરી પ્રમાણમાં કાબુમાં છે. માનવીય અને વ્યવસાયિક જોખમ જેવા સંજોગોમાં લોકો સ્વરક્ષણ માટે હથિયારનો પરવાનો મેળવવા જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે કલેકટર કચેરીએ નિયત ફોર્મમાં અરજી કરતાં હોય છે. આવી અરજીઓનો થોક પણ થતો હોય છે. જેમાં યોગ્યતાની ચકાસણી, પ્રાંત, એસપીના અભિપ્રાયો અને આવશ્યકતાની ગંભીરતા વગેરે ઝીણવટભરી તપાસનો દોર પણ ચાલતો હોય છે અને યોગ્યતા જણાયે અરજી મંજૂર કે નામંજૂર કરાતી હોય છે. આ વહીવટી પ્રક્રિયાનો ભાગથી હથિયાર પરવાનાને કાયદેસરતા મળતી હોય છે. જિલ્લામાં માલેતુજારો અને પ્રતિષ્ઠિત નાગરિકો અને સિક્યુરિટી ગાર્ડ સ્વરક્ષણ માટે હથિયાર રાખે છે. આણંદ શહેર અને અન્ય તાલુકા સહિત જિલ્લામાં 717 વ્યક્તિ પાસે હથિયારના પરવાનો છે.

આણંદ જિલ્લામાં એનઆરઆઈની સંખ્યા વધુ છે. માલેતુજાર અને પ્રતિષ્ઠિત નાગરિકો ડોકટર્સ અને વકીલ સહિતના એક સમયે આણંદમાં બોમ્બે સ્ટાઇલ માફિયાગીરી ચાલુ થઈ હતું. કોણ ક્યારે, ક્યાં અને કેવી રીતે કોની ઉપર હુમલો કરે તે જાણી શકાતું નહોતું. આણંદમાં રાજકીય હત્યા પણ થઈ છે અને ગેંગવોર અથડામણમાં હત્યાઓ થઈ છે. જોકે, હવે પહેલા કરતા ગુનાખોરીનું પ્રમાણ નહિવત જણાઈ રહયુ છે. છતાં આણંદ શહેર સહિત જિલ્લાના 18 પોલીસ સ્ટેશનના હથિયાર પરવાનાના આંકડા ઉપર નજર ફેરવીએ તો 717 જેટલો થવા જાય છે.

2020માં 23 અને 2021માં 9 અરજી આવી

હથિયારના પરવાના બાબતે ઓનલાઈન ઓનગોઇંગ કાર્યવાહી જે સતત બદલાતી રહે છે. જોકે, આ પરવાના સતત વધતા રહ્યાં છે. જિલ્લામાં 2020માં 23 અરજી આવી હતી. જેમાં 10 મંજુર કરાઇ હતી. જ્યારે સાત નામંજુર કરાઇ હતી. 6 પેન્ડીંગ રાખવામાં આવી છે. આ ઉપરાંત 2021માં 9 અરજી આવી છે. જેમાં 1 નામંજુર કરવામાં આવી છે. જ્યારે બાકીની 6 હજુ પ્રક્રિયામાં છે.

જિલ્લાની 17 મહિલાઓ હથિયાર પરવાના ધરાવે છે

આણંદ જિલ્લામાં હથિયારના પરવાનામાં મહિલાઓ પણ પાછળ નથી. જિલ્લાના કુલ 717માં 17 જેટલી મહિલા પરવાનેદાર છે. આ ઉપરાંત હથિયારોમાં રાજકીય નેતા, પોલીસ કોન્સ્ટેબલ, સાધુ–સંત, વેપારીઓ, પેટ્રોલ પંપના માલીક, મોટા જમીનદારો, સિક્યુરીટી સહિતના વ્યવસાયકારોનો સમાવેશ થાય છે.

પોલીસ સ્ટેશન મુજબ આંકડા જોઈએ તો

આણંદ શહેર-251

આણંદ રૂરલ-56

વિદ્યાનગર-96

વાસદ-11

ખંભોળજ-30

ઉમરેઠ-17

આંકલાવ-08

બોરસદ શહેર-31

બોરસદ રૂરલ-11

ભાદરણ-07

વિરસદ-05

સોજીત્રા-11

તારાપુર-60

પેટલાદ શહેર-17

પેટલાદ રૂરલ-17

મહેળાવ-07

ખંભાત શહેર- 51

ખંભાત રૂરલ-29

---------------

કુલ -717

અન્ય સમાચારો પણ છે...