તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આણંદ શહેર સહિત જિલ્લામાં દિવાળી બાદ કોરોના બેકાબુ બનતા માત્ર 8 દિવસના ગાળામાં 140 કોરોના પોઝિટીવ કેસ અને શંકાસ્પદ કેસનો આંકડો 200થી વધુ છે.આણંદ શહેરમાં સતત કેસ વધી રહ્યાં હોવાથી આણંદ નગરપાલિકા દ્વારા જયાં ભીડભાડ થતી હોય તેવા માર્કેટ સાવચેતીના ભાગરૂપે બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.આણંદ જિલ્લામાં અગાઉ ઓડ અને સુણાવ ગામે સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. જયારે પેટલાદ તાલુકા સુંદરણા ગામે શંકાસ્પદ કેસો જણતાં ગ્રામ પંચાયત દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.
આણંદ શહેર સહિત જિલ્લામાં કોરોનાનું સ્થાનિક સંક્રમણ વધુ ફેલાય નહીં તે માટે જિલ્લા કલેકટરની સુચના હેઠળ આણંદ પાલિકા એકા-એક હરકતમાં આવી આજે આણંદ- વિદ્યાનગર રોડ પર આવેલા વૃંદાવન ગ્રાઉન્ડમાં આવેલા તિબેટીયન રિફયુઝી સ્વેટર માર્કેટ સહિત ક્રાફટ બજારો બંધ કરાવી દેવાયા હતા. જો કે,આણંદ વૃંદાવન ગ્રાઉન્ડમાં આવેલા તમામ માર્કેટ અગામી સાત દિવસો સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આણંદ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરોના સંક્રમણ વધુ ફેલાય નહીં તે માટે આક્રમક પગલાઓ લેવામાં આવી રહ્યા છે. વહીવટી તંત્ર દ્વારા પણ માસ્ક નહીં પહેરતાં અને સોશિયલ ડિસ્ટન્સ નહીં જાળવતાં દુકાનદારો, વેપારીઓને દંડ ફટકારી જરૂરી સુચનાઓ પણ આપવામાં આવતી હોય છે. આમ ,આણંદ નગરપાલિકા દ્વારા કોરોના સંક્રમણ અટકાવવાના ભાગરૂપે તિબેટીયન રિફયુઝી સ્વેટર માર્કેટ સહિત ક્રાફ્ટ બજારો બંધ કરાવવામાં આવતાં. કોવિડ નિયમોમાં ગંભીર બેદરકારી દાખવનારા દુકાનદારો, વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
કલેકટરની સુચના નહીં આવે ત્યાં સુધી વૃંદાવન ગ્રાઉન્ડમાં બજારો ખુલશે નહીં
આણંદ શહેરમાં કોરોના સંક્રમણવધુ ફેલાય નહીં તે માટે કલેકટરની સુચના મુજબ મંગળવારે વૃંદાવન ગ્રાઉન્ડમાં તિબેટીયન રિફયુઝી સ્વેટર માર્કેટ સહિત ક્રાફ્ટ બજારો બંધ કરવામાં આવ્યાં હતાં. ત્યારબાદ શહેરના વેપારીઓ, દુકાનદારો સાથે મિટીંગનું આયોજન કરી જરૂરીસુચનાઓ પણ આપવામાં આવનાર છે.જયાં સુધી બીજી સુચનાઓ નહીં આવે ત્યાં સુધી અગામી સાત દિવસ સુધી વૃંદાવન ગ્રાઉન્ડમાં તમામ બજારો બંધ રાખવામાં આવનાર છે. - એસ.કે.ગરવાલ,ચીફ ઓફીસર,આણંદપાલિકા
પેટલાદ તાલુકાના સુંદરણા ગામે ત્રણ દિવસનું લોકડાઉન
સુંદરણા ગામમાં શંકાસ્પદ કોરોના કેસ વધી રહ્યાં છે.તેમજ શરદી ખાસીના દર્દીઓમાં વધારો થયો છે.ત્યારે કોરોના સંક્રમણના ફેલાઇ તે માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સુંદરણા અને ગ્રામ પંચાયત દ્વારા ભેગા મળીને 25મી થી 28મી નવેમ્બર દરમિયાન સ્વૈચ્છીક સંપૂર્ણ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.આ દિવસ દરમિયાન કોઇ પણ પ્રકારના દુકાનો ખોલી શકાશે નહીં. તેમજ ગ્રામજનોને પણ ઘરની બહાર નહીં નિકળવા જણાવવામાં આવ્યું છે. સાથે સાથે ફળિયામાં પણ માસ્ક પહેરીને જ બહાર નિકળવા જણાવ્યું છે. તેનું પાલન નહીં કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.