તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આસ્થામાં સેવા:સારસા સત્ કૈવલ મંદિરના સંકુલમાં કોવિડ કેર સેન્ટરનો પ્રારંભ કરાયો, 50 દર્દીને સારવાર આપી શકાશે

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સત્ કૈવલ મહારાજ અવિચલદાસજીએ માસ્ક પહેરવા અને ગાઇડ લાઇનનું પાલન કરવા અપીલ કરી

આણંદ તાલુકાના સારસા નગર ખાતે સત્ કૈવલ મંદિરના સંકુલમાં સત્ કૈવલ ક્વોરાઇન્ટન સેન્ટરનો પ્રારંભ થયો છે. આ સેન્ટરમાં પ્રથમ દિવસે 11 જેટલા દર્દીઓની સારવાર શરૂ કરવામાં આવી છે. આ સેન્ટરના પ્રારંભ થવાથી સારસા ઉપરાંત આસપાસના ગામોના કોરોના સંક્રમણના પ્રાથમિક લક્ષણો ધરાવતા દર્દીઓને પણ ઘર આંગણે સારવાર મળી રહેશે.

દર્દીઓને ભોજન, નાસ્તો, ફળ ફળાદી સહિતની વ્યવસ્થા

આણંદ તાલુકાના 44 ગામોમાં ‘મારુ ગામ કોરોના મુક્ત ગામ’ હેઠળ નાના નાના કોવિડ કેર સેન્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં સારસા અને મોગરી ખાતે મોટા કોવિડ સેન્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે. જેનાથી આસપાસના દસેક ગામોને પણ આવરી લેવામાં આવ્યાં છે. સારસા સત્ કૈવલ ક્વોરોન્ટાઇન સેન્ટર ખાતે તબીબી સેવા, ઓક્સિજન, દવાઓ, નર્સિંગ સ્ટાફ તેમજ દર્દીઓને ભોજન, નાસ્તો, ફળ ફળાદી સહિત ભરપૂર વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં તબીબોમાં ડો. મીનાબહેન પટેલ , ડો. રાજેન્દ્ર પટેલ, ડો. ધવલ શાહ અને નસિંગ સ્ટાફ સેવારત છે. જ્યારે જિલ્લા પંચાયત ઉપપ્રમુખ સંજયભાઈ પટેલ અને સરપંચ વિમલભાઈ પટેલની ટીમ વ્યવસ્થામાં કાર્યરત છે.

પચાસ કરતા વધુ વ્યક્તિઓની પહેલાથી જ વ્યવસ્થા કરી

આ અંગે મહારાજ અવિચલદાસજીએ જાહેર જનતાને અપીલ કરતા જણાવ્યું કે, કોરોના સંક્રમણથી બચવા સરકારની ગાઈડલાઈનને અનુસરવું જરૂરી છે. માસ્ક પહેરવો અને એક બીજાથી અંતર રાખવાથી કોરોના સંક્રમણથી બચી શકાશે. સત કૈવલ કોવિડ કેર સેન્ટરએ અત્યારના સમયમાં એવા જરૂરતમંદ વ્યક્તિઓ માટે શરૂ કર્યું છે કે, જેમને હોમ ક્વોરોન્ટાઇન થવા માટે અનુકૂળતા ન હોય. અમે પચાસ કરતા વધુ વ્યક્તિઓની પહેલાથી જ વ્યવસ્થા કરી છે.

અન્ય સમાચારો પણ છે...