તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચુકાદો:આણંદના વધાસીમાં 6 વર્ષ પૂર્વેના દુષ્કર્મ કેસમાં યુવકને દસ વર્ષની સજા ફટકારતી કોર્ટ

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 13 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી ગુજારાયું હતું દુષ્કર્મ

આણંદના વઘાસી ગામે રહેતા યુવકે છ વર્ષ પહેલાં 13 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. બાદમાં તેના પર દુષ્કર્મ આચર્યું હતું. આ કેસમાં કોર્ટે તેને 10 વર્ષની સખત કેદની સજા ફટકારી છે.

આણંદના વઘાસી ગામે રહેતા અશ્વિન ઉર્ફે લોટિયો મહેશ પરમાર (ઉ.વ. 22)એ છએક વર્ષ પહેલાં એક 13 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. આ અંગે તેની સામે 30 જૂન 2015ના રોજ ગુનો નોંધાયો હતો. આ કેસ સંદર્ભે પોલીસે વિવિધ સ્થળે દરોડા પાડી અશ્વિનને 16 સપ્ટેમ્બર 2015ના રોજ પકડી પાડ્યો હતો. આ કેસમાં પોલીસે તપાસ કરતાં અશ્વિને સગીરાને વિવિધ સ્થળે લઇ જઇ દુષ્કર્મ ગુજાર્યું હોવાનું ખુલ્યું હતું. આથી પોલીસે તેની સામે વધુ એક દુષ્કર્મની કલમ ઉમેરી ચાર્જશીટ તૈયાર કરી કોર્ટમાં રજૂ કરી હતી. આ કેસ કોર્ટમાં ચાલી જતાં ન્યાયાધીશે વિવિધ કલમ હેઠળ અશ્વિનને કસૂરવાર ઠેરવી દસ વર્ષની સખત કેદ અને દંડ ફટકાર્યો હતો.

આ કેસમાં કલમ 363 હેઠળ ત્રણ વર્ષની સખત કેદ તથા રૂ. 5 હજારનો દંડ, દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સજા, કલમ 366 મુજબ સાત વર્ષની સખત કેદ તથા રૂ. 10 હજારનો દંડ, જો દંડ ન ભરે તો વધુ છ માસની સાદી કેદ, પોક્સો એક્ટ મુજબ દસ વર્ષની સખત કેદ તથા રૂ. વીસ હજારનો દંડ, જો દંડ ન ભરે તો 13 માસની સાદી કેદની સજા ફટકારવામાં આવી છે. આ ઉપરાંત ભોગ બનનારને રૂ. ચાર લાખનું વળતર ચૂકવવા હુકમ કરવામાં આવ્યો છે. જોકે, બીજા કોઇ કાયદા હેઠળ વળતર ચુકવવામાં આવ્યું હોય તો તે મજરે બાદ કરવાનું પણ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...