દુષ્કર્મ કેસમાં સજા:ઉમરેઠમાં પુત્રીની ઉમરની સગીરા પર બળાત્કાર કરનાર આધેડ દુષ્કર્મીને 20 વરસની સખત કેદની સજા ફટકારતી કોર્ટ

આણંદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ વરસ પહેલા લગ્નની લાલચ આપી સગીરાને ભગાડી ગયો હતો

ગુજરાતમાં વાસના ભૂખ્યા નરાધમો અનેક યુવતીઓ અને મહિલાઓ સાથે યુક્તિ પ્રયુક્તિ રચી તેઓનો વિશ્વાસ જીતી કે પછી બળજબરી કરી પોતાની હવસ સંતોષી પીડિત મહિલા,યુવતી કે સગીરાના ભવિષ્યને અંધકારમય બનાવી દે છે.ઉમરેઠના આશીપુરા ગામે રહેતા 46 વર્ષિય આધેડે એક સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી જઇ દૂષ્કર્મ આચર્યું હતું. આ કેસમાં કોર્ટે ગંભીર નોંધ લઇ આધેડને 20 વરસથી સખત કેદની સજા ફટકારી હતી.

ઉમરેઠના આશીપુરા ગામે રહેતા જગદીશ નટુભાઈ પટેલ (ઉ.વ.46)એ 28મી ફેબ્રુઆરી,2017ના રોજ રાત્રિના એક સગીરાને લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. બાદમાં તેને અલગ અલગ જગ્યાએ લઇ જઇ તેની સાથે દૂષ્કર્મ આચર્યું હતું. આ ઘટના અંગે ઉમરેઠ પોલીસે જગદીશ સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી હતી. જેમાં 20મી માર્ચ,17ના રોજ તેની ધરપકડ કરવામાં આવી હતી.

મહત્વનું છે કે આરોપીની ધરપકડ બાદ જરૂરી કાનૂની કાર્યવાહી કરીને આ કેસની ચાર્જશીટ મુકવામાં આવતાં કેસ ચાલ્યો હતો. જેમાં સરકારી વકિલ એ.કે.પંડ્યાની દલીલો અને 10 પુરાવા, 9 સાહેદોની તપાસ્યા બાદ ન્યાયધિશે જગદીશ પટેલને આઇપીસી 363માં ત્રણ વર્ષની સખ્ત કેદ અને રૂ. 5 હજારનો દંડ ફટકાર્યો હતો. આ દંડની રકમ ન ભરે તો વધુ ત્રણ માસની સજા. આઈપીસી 366માં સાત વર્ષની સખત કેદની સજા તથા રૂ.10 હજારનો દંડ, દંડ ન ભરે તો વધુ છ માસની સાદી કેદની સજા અને પોક્સો એકટ અંતર્ગત 20 વર્ષની સખત કેદની સજા તથા રૂ.20 હજારનો દંડ કરવામાં આવ્યો હતો. જો આરોપી દંડની રકમ ન ભરે તો વધુ છ માસની સાદી કેદની સજા ભોગવવા હુકમ કર્યો હતો. જોકે, આ તમામ સજા એક સાથે ભોગવવા જણાવ્યું હતું. આ ઉપરાંત રૂ. ચાર લાખ ભોગ બનનારને વળતર તરીકે ચુકવવા હુકમ કરવામાં આવ્યો હતો.

જગદીશ દિકરીની ઉંમરની સગીરાને ભગાડી જતાં કોર્ટે ગંભીર નોંધ લીધી

ઉમરેઠના જગદીશ પટેલની ઉંમર 46 વરસ હતી. આ ઉપરાંત તેના લગ્ન પણ થયા છે અને બે સંતાનનો પિતા પણ છે. આમ છતાં તેણે ત્રણ વર્ષ પહેલા સગીરાને ગાડીમાં ભગાડી જઇ હિંમતનગર ખાતે એક ખેતરની ઓરડીમાં પુરી રાખી દૂષ્કર્મ આચર્યું હતું. આ મુદ્દે કોર્ટે ગંભીરતાથી લઇ તેને 20 વર્ષ કેદની સજા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...