સજા:દેદરડા ગામે સગીરા પર જાતિય અત્યાચારના કેસમાં 20 વર્ષ કેદની સજા ફટકારતી કોર્ટ

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • બે વર્ષ પહેલા સગીરાને પ્રેમજાળમાં ફસાવી પરણિત યુવક ભગાડી

બોરસદના દેદરડા ગામે રહેતા પરિણીત યુવકે એક સગીરાને પ્રેમજાળમાં ફસાવી બે વર્ષ પહેલા ભગાડી ગયો હતો. બાદમાં તેના પર દૂષ્કર્મ આચર્યું હતું. આ કેસમાં કોર્ટે તેને 20 વર્ષ કેદની સજા ફટકારી હતી.

બોરસદ તાલુકાના દેદરડા ગામે રહેતો ગોવિંદ ઉર્ફે ગોયો ગોપાલ સોલંકી પરિણીત હોવા છતાં તેણે એક સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી. બાદમાં 28મી સપ્ટેમ્બર,2020ની રાત્રિના સગીરાને લલચાવી, ફોસલાવી ભગાડી ગયો હતો. બાદમાં તેને વડોદરા અને અલગ અલગ ગામોમાં લઇ જઇ મજુરી કામે રાખી હતી અને અવાર નવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. જોકે, સગીરાના પરિવારજનોએ પોલીસ ફરિયાદ આપતાં તપાસ શરૂ થઇ હતી. જેના પગલે ગોવિંદ ગભરાયો હતો અને બે મહિના બાદ સગીરાને ગામમાં લાવી છોડી દીધી હતી. જોકે, સગીરા પોલીસ મથકે પહોંચી સઘળી હકિકત જણાવતાં પોલીસે ગોવિંદની ધરપકડ કરી કોર્ટ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. આ બનાવ અંગે ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી હતી. જ્યાં કોર્ટે 24 દસ્તાવેજી પુરાવા, 19 સાક્ષી અને સરકારી વકીલ અમી પંડ્યાની દલીલને ધ્યાનમાં રાખી ગોવિંદ ઉર્ફે ગોયો ગોપાલ સોલંકીને કસુરવાર ઠેરવી 20 વર્ષની કેદની સજા અને દંડ ફટકાર્યો હતો. આ ઉપરાંત સગીરાને રૂ.ચાર લાખનું વળતર ચુકવવા આદેશ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...