તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોર્ટનો આદેશ:સોજિત્રાના કોંગ્રેસના ધારાસભ્યનો વોઈસ સેમ્પલ લેવા કોર્ટનો આદેશ

આણંદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • 2014માં તારાપુરના વેપારી અને તેના ભાઈને ધમકી આપી હતી

વર્ષ 2014માં તારાપુરના વેપારી અને તેના ભાઈને પત્ની સાથેના ઝઘડાના સમાધાન બાબતે સોજિત્રા બેઠકના કોંગ્રેસના ધારાસભ્યે ગોળી મારી જાનથી માંરી નાંખવાની ધમકી આપી હતી. જે સંદર્ભે તારાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. તારાપુર કોર્ટે વોઈસ સેમ્પલની અરજી નામંજૂર કરી હતી. બાદમાં ખંભાત કોર્ટે રિવિઝનલ અરજીને મંજૂરી આપી દીધી છે.

તારાપુર ખાતે રહેતા રફીકભાઈ બદરુભાઈ લાખાણીએ પુરાવારૂપે વોઈસ રેકોર્ડ રજૂ કરી તારાપુર પોલીસ મથકે સોજિત્રાના ધારાસભ્ય પૂનમભાઈ માધાભાઈ પરમાર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, તેમની પત્ની સાથે તેમને ઝઘડો થયો હતો. જેના સમાધાન બાબતે રસ દાખવીને પૂનમભાઈ પરમારે વર્ષ 2013ની 26મી ડિસેમ્બરના રોજ રાત્રિના સાડા આઠ વાગ્યે રફીકભાઈ અને તેમના ભાઈ મન્સુરભાઈના મોબાઈલ પર ફોન કર્યો હતો. જેમાં તેમણે તેને અપશબ્દ બોલી, ગોળી મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.

આ બાબતે ત્રીજી જાન્યુઆરી, 2014ના રોજ તારાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. ચાર્જશીટ બાદ વર્ષ 2017માં સ્પેશ્યલ સરકારી વકીલ તરીકે એમ. એન. પટેલની વરણી થઈ હતી. તેમણે તારાપુર કોર્ટમાં આરોપી ચાલુ ધારાસભ્ય હોય તેમના વોઈસ સેમ્પલ લેવા ક્રિમીનલ પ્રોસિઝર કોડની કલમ 173(8) મુજબ અરજી કરી હતી.

જે અરજી તારાપુર કોર્ટે નામંજુર કરી હતી. બીજી તરફ આરોપીના વોઈસ સેમ્પલ લેવા જરૂરી હોઈ ખંભાતની કોર્ટમાં રીવીઝન અરજી કરાઈ હતી જે અરજી મંજૂર કરી હતી. આરોપીને વોઈસ સેમ્પલ આપવા હાજર રહેવા તાકીદ બાદ પણ હાજર રહ્યા નહોતા અને અવાજનો નમૂનો આપવા ઈન્કાર કર્યો હતો. જે બાબતે ફરિયાદ પક્ષના વકીલ દ્વારા રિતેષ સિંહા વર્સીસ સ્ટેટ ઓફ ઉત્તરપ્રદેશના ચૂકાદાને ટાંકવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો