• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Counting Of Votes Will Be Held At Eight Places In Anand District Tomorrow. The Picture Of Defeat Of Sarpanch And Members Will Be Clear.

તૈયારીઓ:આણંદ જિલ્લામાં આવતીકાલે આઠ સ્થળો પર મતગણતરી હાથ ધરાશે સરપંચ અને સભ્યોની હાર જીતનું ચિત્ર સ્પષ્ટ થશે

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 180 ગ્રામ પંચાયતોની ચૂંટણીનું મતદાન ગઇકાલે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું

આણંદ જિલ્લાના 180 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં શાંતિપૂર્ણ રીતે મતદાન થતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. આ ચૂંટણીમાં મોડી સાંજ સુધી મતદાન ચાલુ રહ્યું હતું, જેમાં 77.05 ટકા જેટલુ ભારે મતદાન થયું હતું. જેની મતગણતરી મંગળવારે જે તે તાલુકા કક્ષાએ યોજાશે. જેના માટે રસ્તા બંધ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ મતગણતરી બાદ જે તે વિજેતા ઉમેદવારો દ્વારા વિજ્યોત્સવ ઉજવવામાં આવશે. મતગણતરી આવતીકાલે જિલ્‍લાના વિવિધ આઠ કેન્‍દ્રો ખાતે હાથ ધરવામાં આવશે. આણંદ જિલ્લામાં રવિવારે 180 ગ્રામ પંચાયતની સામાન્ય અને બે ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી યોજાઇ હતી. જેમાં 77.05 ટકા જેટલું ભારે મતદાન થયું હતું. આ મતદાનમાં સૌથી વધુ ખંભાતના 82.10 ટકા અને સૌથી ઓછું આણંદમાં 71.96 ટકા જેટલું મતદાન નોંધાયું છે. આ ચૂંટણીમાં એકાદ બે બનાવને બાદ કરતા શાંતિપૂર્ણ રીતે મતદાન થયું હતું. કેટલાક બુથ પર મોડી સાંજ સુધી મતદાન ચાલુ રહ્યું હતું. આ મતદાન પૂર્ણ થયા બાદ મતપેટીને સ્ટ્રોંગરૂમમાં મુકવામાં આવી છે, જે મંગળવારે મતગણતરી દરમિયાન ખુલશે. આ ચૂંટણી મતગણતરી વ્હેલી સવારે 9 વાગ્યે જે તે તાલુકા કક્ષાએ યોજાશે. જેના પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આણંદમાં ડીએન હાઈસ્કૂલ ખાતે મતગણતરી થશે. આણંદ જિલ્લાના કુલ 69 આરઓ દ્વારા મતગણતરી કરવામાં આવશે. સવારે પ્રથમ મતપેટી લાવવામાં આવશે. જેનું રોજકામ કરવામાં આવશે. બાદમાં પેટીમાથી બેલેટ પેપર બહાર કાઢવામાં આવશે, જેમાં પ્રથમ સરપંચ અને સભ્યોના અલગ અલગ કરવામાં આવશે. પ્રથમ વોર્ડથી ગણતરી શરૂ કરી એક પછી એક પરિણામ જાહેર કરવામાં આવશે. જ્યારે સરપંચના મતો અલગ રાખવામાં આવશે. જે 50-50ના બંચ બનાવી અલગ રાખી, ગ્રામ પંચાયતના સભ્યોની મતગણતરી પૂર્ણ થયાં બાદ સરપંચના મતો ગણી પરિણામ જાહેર કરવામાં આવશે. એક ગ્રામ પંચાયતની મતગણતરીને સરારેશ ત્રણથી ચાર કલાક જેટલો સમય લાગે તેમ છે. એક ટેબલ પર બેથી ત્રણ ગ્રામ પંચાયતની મતગણતરી થશે. જોકે, 180 ગ્રામ પંચાયતની મતગણતરી પૂર્ણ થતાં સરેરાશ 12થી 15 કલાક જેટલો સમય થશે. જિલ્‍લા ચૂંટણી તંત્ર પાસેથી પ્રાપ્‍ત થયેલી વિગતો અનુસાર, આણંદ (ગ્રામ્‍ય) તાલુકાની ગ્રામ પંચાયતની યોજાયેલી ચૂંટણીની મત ગણતરી આણંદ ખાતેની ડી.એન.હાઇસ્‍કૂલ ખાતે યોજાશે. આજ રીતે ઉમરેઠ તાલુકાની ઉમરેઠ ખાતે ઓડ બજારમાં આવેલી નગરપાલિકા સંચાલિત સંતરામ વિદ્યાલય ખાતે, બોરસદ તાલુકાની બોરસદની જે. ડી. પટેલ હાઇસ્‍કૂલ ખાતે યોજાશે.

આંકલાવ તાલુકાની આંકલાવ ખાતેની આંકલાવ હાઇસ્‍કૂલ ખાતે (સી.એલ.શાહ પ્રાથમિક વિભાગના પ્રથમ માળે), પેટલાદ તાલુકાની પેટલાદ ખાતેની ન્‍યુ એજયુકેશન હાઇસ્‍કૂલ ખાતે, સોજિત્રા તાલુકાની સોજિત્રા ખાતેની તાલુકા શાળા ડભોઉવાળી ભાગોળ ખાતે, ખંભાત તાલુકાની ખંભાત ખાતે બેઠક રોડ ઉપર આવેલી માધવલાલ શાહ હાઇસ્‍કૂલ ખાતે અને તારાપુર તાલુકાની ગ્રામ પંચાયતોની યોજાયેલી ચૂંટણીની મતગણતરી તારાપુર ખાતેની સાર્વજનિક હાઇસ્‍કૂલ અને એફ.કે.અમીન હોલ ખાતે હાથ ધરવામાં આવશે.

કયા તાલુકામાં કેટલું મતદાન થયું

તાલુકોગ્રામ પંચાયતકુલ મતદાનટકાવારી
આણંદ261,23,81471.96
ઉમરેઠ2670,05976.38
બોરસદ391,39,35877.15
આંકલાવ1339,43981.99
પેટલાદ2370,28175.9
સોજિત્રા516,17881.82
ખંભાત3385,22882.1
તારાપુર1530,10381.7
કુલ1805,74,46077.05

​​​​​​​

મતગણતરીમાં કેટલો સ્ટાફ રોકાશે?

તાલુકોઅધિકારીમદદનીશહોલટેબલકર્મચારીપોલીસઆરોગ્યવર્ગ-4ના કર્મી
આણંદ141414 56220511140
ઉમરેઠ77728130381030
બોરસદ16161648180581040
આંકલાવ6661264321012
પેટલાદ8884896461024
સોજિત્રા33376242418
ખંભાત99945135451245
તારાપુર6662614522620
કુલ696969270103233473229

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...