• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Counting Of Votes Started At 8 Centers Of 180 Gram Panchayat Elections In Anand District, Work Continues Under The Supervision Of 69 RO Officers

મતગણતરી:આણંદની તારાપુર ગ્રામ પંચાયતમાં સોજીત્રાના ધારાસભ્ય પુનમભાઈ પરમારની જીત, મોટી પંચાયત હોવાના કારણે ધારાસભ્ય હોવા છતાં ચૂંટણી લડ્યા હતા

આણંદએક મહિનો પહેલા
  • ઉમરેઠના મેઘવામાં સોલંકી સજ્જનસિંહ દિવાન સિંહનો, ઘોરામાં વસાવા અર્જુનભાઈ ભારમલ ભાઈનો વિજય
  • શીલીમાં જશવંતસિંહ મોહનભાઇ પરમારનો 3137 મત સાથે વિજય થયો
  • મોરજમાં ચૂંટણી પરિણામ બાદ જૂથ અથડામણ, ઘાસના પૂળા સળગાવવામાં આવ્યા

આણંદ જિલ્લામાં પ્રતિષ્ઠાભરી તારાપુર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સોજીત્રા ધારાસભ્ય પુનમભાઈ પરમારની જીત થઈ છે. પુનમભાઈ પરમાર ધારાસભ્ય હોવા છતાં વિસ્તારની મોટી ગણાતી તારાપુર ગ્રામપંચાયતમાં સરપંચ ઉમેદવાર તરીકે ઝંપલાવ્યું હતું.જ્યાં આજે ચૂંટણી પરિણામ આવતા તેઓની જીત થઈ છે.મહત્વનું છે કે આ અગાઉ પણ પુનમભાઈ પરમાર તારાપુર ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે નેતૃત્વ કરી ચુક્યા છે.

રાજકીય આગેવાનોના પરિવારજનોની હારજીત
આણંદ જિલ્લામાં 180 ગ્રામપંચાયત પૈકી 139 ગ્રામ પંચાયતોના ચૂંટણી પરિણામ જાહેર થઈ ચુક્યા છે.કહી ખુશી કહી ગમ જેવો માહોલ છે.વિજેતા ઉમેદવારો અને તેમના સમર્થકો દ્વારા વિજય સરઘસો કાઢવામાં આવ્યા હતા.મહત્વનું છે કે આણંદ જિલ્લાની ગ્રામ પંચાયતમાં કોંગ્રેસના સોજીત્રાના ધારાસભ્ય પૂનમભાઈ પરમાર તારાપુર ગ્રામપંચાયત સરપંચ પદે વિજેતા જાહેર થયા છે. આણંદ ધારાસભ્ય કાંતિભાઈ સોઢા પરમારના પુત્ર વાંસખેલીયા ગ્રામપંચાયત ચૂંટણીમાં સરપંચ પદે મહેન્દ્રસિંહ સોઢા પરમાર પણ વિજેતા જાહેર થયા છે. તેમજ ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારની પુત્રવધુ નીલમબેન પરમાર ચિખોદરા ગ્રામપંચાયત સરપંચ પદે વિજેતા જાહેર થયા છે. ત લાંભવેલમાં જિલ્લા ભાજપ મહિલા મોર્ચા પ્રમુખ દીપીકાબહેન પટેલ પણ સરપંચની હોડમાં ઝંપલાવ્યું હતું પરંતુ તેઓની હાર થઈ છે. સામરખામાં જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના ચેરમેન બળવંતસિંહ સોઢા પરમારનો પુત્ર ભાવીન સોઢાપરમાર સરપંચપદના ઉમેદવાર હોઈ જે મતગણતરી હજુ બાકી છે.

આ મત ગણતરીમાં ઉમરેઠ તાલુકાના મેઘવા ગામમાં સોલંકી સજ્જનસિંહ દિવાન સિંહનો 945 મત સાથે, ઘોરા ગામના વસાવા અર્જુનભાઈ ભારમલ ભાઈનો 489 મત સાથે, અહીમામાં ચૌહાણ અનિતાબેન વનરાજસિંહનો, શીલીમાં જશવંતસિંહ મોહનભાઇ પરમારનો 3137 મત સાથે, ખાનકુવામાં સુમિત્રાબેન જશવંતભાઈ ઠાકોરનો 1659 મત સાથે, થામણામાં ચંદ્રકાંત આપાભાઈ પટેલનો 1,596 મત સાથે, આશીપુરામાં શકુબેન ઠાકોરભાઈ પટેલનો 516 મત સાથે અને પ્રતાપપુરામાં રણમલ સિંહ માનસી સિંહ ચૌહાણનો 1616 મત સાથે વિજય થયો હતો.

મોરજમાં પરિણામ બાદ જૂથ અથડામણ

તારાપુરનાં મોરજમાં ચૂંટણીનાં પરિણામ બાદ જૂથ અથડામણ થઈ હતી. જેમાં મોરજ ગામમાં ધાંધલ ધમાલને લઈ ભયનો માહોલ જોવા મળ્યો હતો. આ અથડામણમાં ઘાસનાં પૂળા સળગાવવામાં આવ્યા હતા. ઉપરાંત ઘરોમાં ઘુસી તોડફોડ કરવામાં આવી હતી. આ સિવાય મકાન અને બાઈકોમાં પણ તોડ-ફોડ કરવામાં આવી હતી. આ જૂથ અથડામણની જાણ થતા તારાપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. નોંધનીય છે કે મોરજમાં સરપંચ પદે ઘનશ્યામભાઈ પટેલનો વિજય થયો છે.

અથડામણમાં ઘાસનાં પૂળા સળગાવાયા
અથડામણમાં ઘાસનાં પૂળા સળગાવાયા

નોંધનીય છે કે આણંદ જીલ્લાના આણંદ તાલુકાનાં વસખેલીયા ગામમાં મહેન્દ્રસિંહ કાંતિભાઈ સોઢા પરમાર સરપંચ પદે વિજેતા જાહેર થયા હતા. જેમાં તેમણે મેળવેલા મત 1047 હતા. તેમણે 451 મતથી લીડ મેળવી હતી.જો પેટલાદ તાલુકાના સરપંચ પદે વિજયી ઉમેદવારોની વાત કરીએ તો વટાવ ગામમાં કીરીટભાઈ મણીભાઈ બારોટ 704 મત મેળવીને વિજેતા બન્યાં હતાં. જેમાં બંને ઉમેદવારોને સરખા મત મળતાં ચિઠ્ઠી ઉછાળીને વિજેતા જાહેર કરાયા હતા, જેમાં કીરીટભાઈ મણીભાઈ બારોટ વિજયી થયા હતા. પેટલાદના દાવલપુરા ગામમાં જ્યોતિબેન મૌલિકકુમાર પટેલ 539 મત મેળવી વિજેતા જાહેર થયા હતા.

પેટલાદ તાલુકાના ઘુંટેલીમાં પિનલબેન ખુરેન્દ્રભાઈ પટેલ 996 મત મેળવી વિજેતા જાહેર થયા હતા. રવિપુરા ગામમાં રાજેશભાઈ ચંદુભાઈ પરમાર સરપંચ પદે વિજેતા જાહેર થયા હતા. બોરસદ તાલુકાના ગાજણા ગામે જીગ્નાબેન રણજીતસિંહ મહીડા 883 મત સાથે વિજેતા જાહેર કરાયા હતાં.

ઉપરાંત ઉમરેઠના ભાટમાં 927 મત સાથે સુમિત્રાબેન ઠાકોર, બડાપુરામાં 649 મત સાથે હંસાબેન દિલીપભાઈ વાઘેલા, આણંદના કુંજરાવમાં ગીતાબેન ભરતભાઇ પટેલ, ખંભાતના મતવડમાં અનીરુદ્ધસિંહ રાવલ 1150, પાદડમાં હંસાબેન પી. ઘુંમડનો 963, માલુમાં નયનાબેન પંડ્યાનો 370, લક્ષ્મીપુરામાં મુકેશભાઈ વાઘેલાનો 468 મત સાથે, મેતપુરમાં ભારતીબેન પટેલનો 712 મત સાથે, સાયમામાં ખુશાલભાઈ પરમાર, લીંબાલીમાં પારુલબેન હર્ષદભાઈ પટેલ, દાવલપુરામાં જ્યોતિબેન મૌલિકભાઈ પટેલ, ઘુંટેલીમાં પીનલબેન ખુમેન્દ્રભાઈ પટેલ, વીપુરામાં રાજેશભાઈ ચંદુભાઈ પરમાર વિજેતા જાહેર થયા હતા. ગાજણા ગામમાં જીલ્લા પંચાયતના સભ્યો નટવરસિંહ મહીડાના ભાભી જીજ્ઞાબેન સરપંચ તરીકે ચુંટાયા છે. બોરસદ તાલુકાના ગાજણા ગામે સરપંચ તરીકે જીજ્ઞાબેન રણજીતસિંહ મહીડા 600 મતની લીડ સાથે સરપંચ તરીકે ચુંટાઈ આવ્યા છે. જેઓ હાલ જીલ્લા પંચાયતના સભ્ય અને જીલ્લા પંચાયતના પુર્વ પ્રમુખ નટવરસિંહ મહીડાના ભાભી છે. આમ નટવરસિંહ મહીડા પણ અગાઉ સરપંચ તરીકે ચુંટાયા હતા અને તેમના પત્ની પણ સરપંચ રહી ચુક્યા છે. ત્યારે તેમના ઘરમાંથી સતત ચોથી વખત સરપંચ ચુંટાયા છે.

ઉપરાંત આણંદ તાલુકામાં જોળ ગામે કલ્પના બેન જગદીશભાઈ પરમાર, લાંભવેલમાં શ્વેતાબેન હિતેશ પટેલ, સારસામાં કિરીટભાઈ પટેલ, ઉમરેઠના જાખલામાં ભોઈ મંગળભાઈ ચતુરભાઈ વિજેતા થયા હતા. તારાપુર તાલુકાના દુગારી ગામમાં સુર્યાબા ભગવંતસિહ પરમારનો, તારાપુરના વલ્લી ગામે નરેન્દ્ર જાદવનો, ઈસરવાડા ગામે અનીતાબેન સોલંકીનો વિજય, મોરજ ગામે ઘનશ્યામભાઈ પટેલનો વિજય થયો હતો.

ખંભાત તાલુકામાં ૩૩ સરપંચ ઉમેદવારો માટેની મત ગણતરી શ્રી માધવલાલ શાહ હાઇસ્કુલ ખાતે કરવામાં આવી રહી છે. જેમાં પ્રથમ તબક્કામાં 15 વિજેતા સરપંચો નીચે પ્રમાણે છે :

1. પાંદડ : હુલ્લાસબેન પ્રતાપસંગ ધુમ્મદ, 963 મતોથી વિજેતા 2.વડગામ : અનિરુદ્ધસિંહ વિક્રમસિંહ રાહોલ, 1150 મતોથી વિજેતા 3.માલુ :પેટા ચુંટણી-નયનાબેન પંડ્યા, 370 મતોથી વિજેતા 4.લક્ષ્મીપુરા : મુકેશ લક્ષ્મણભાઈ વાઘેલા, 468 મતોથી વિજેતા 5.મેતપુર : ભારતીબેન હિતેશભાઈ પટેલ, 712 મતોથી વિજેતા 6.સાયમા : ખુશાલભાઈ કાભઈભાઈ પરમાર, 863 મતોથી વિજયી 7.તરકપુર : રાકેશભાઈ રામસંગભાઇ ગોહેલ, 383 મતોથી વિજયી 8.મોતીપુરા/કોડવા : જાગૃતિબેન અજયભાઈ શિરોયા, 434 મતોથી વિજયી 9.કણઝટ : કિરણબેન હર્ષદભાઈ ઠાકોર, 835 મતોથી વિજેતા 10.જહાજ : શીતલબેન અતુલભાઈ પટેલ, 913 મતોથી વિજેતા 11.વાસણા : અરવિંદભાઈ મંગળભાઈ ચૌહાણ, 944 મતોથી વિજેતા 12.વૈણજ : વજુભાઈ છનાભાઇ ભરવાડ, 745 મતોથી વિજેતા 13. બાજીપુરા : ચીમનભાઈ કાંતિભાઈ પઢિયાર, 381 મતોથી વિજેતા 14. મીતલી : રણછોડભાઈ ચેહુભાઈ જાદવ, 748 મતોથી વિજેતા 15. લૂણેજ : ભાનુબેન જોરૂભાઈ ભરવાડ, 473 મતોથી વિજેતા

અન્ય સમાચારો પણ છે...