તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગણી:હાડગુડમાં 14માં નાંણા પંચમાંથી બનેલા સીસી રોડમાં ભ્રષ્ટ્રાચાર

આણંદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કલેકટરને આવેદનપત્ર આપીને પગલાં લેવાની માંગણી

આણંદના હાડગુડ ગામે 14માં નાંણાપંચની ગ્રાન્ટમાંથી એક વર્ષ અગાઉ પોસ્ટ ઓફિસ થી પંચાયત સુધીના માર્ગ સીસીરોડ બનાવવામાં આવ્યો હતો. જેમાં હલકી ગુણવતાનો માલ વપરાયો હોવાનો આક્ષેપ સાથે ગ્રામજનોએ કલેકટરને આવેદનપત્ર આપીને લેખિત રજૂઆત કરી જવાબદાર સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. હાડગુડ ગામની પોસ્ટ ઓફિસ થી પંચાયત સુધી માર્ગ પર સીસીરોડ બનાવવા માટે 2.70 લાખની ગ્રાન્ટ 14માં નાંણાપંચમાંથી મંજૂર કરવામાં આવી હતી. આ રોડનું કામ બે માસ અગાઉ કામ શરૂ થયું હતું.

બે માસ બાદ રોડ પર મોટા મોટા ખાટા પડી ગયા છે.જેતે સમયે કોન્ટ્રાકટર દ્વારા હલકી ગુણવતાનો માલસમાન વપારવામાં આવ્યો હતો.તેમ છતાં પંચાયત દ્વારા કોઇ તકેદારી રાખવામાં આવી ન હતી. આ અંગે તાલુકા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી હતી. પરંતુ કોઇ જવાબ આપવામાં આવ્યો ન હતો. જેથી ગામના મુસેબઅલી મુસ્તાકઅલી સૈયદ સહિત ગામના આગેવાનો ભેગા મળીને કલેકટરને આવેદનપત્ર આપીને હાડગુડમાં સીસીરોડ ગેરરીતિ આચનાર જવાબદાર તમામ વ્યકિતઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...