બે વર્ષ કોરોનાના કારણે બોર્ડની પરીક્ષા લેવામાં આવી ન હતી. જો કે તમામ છાત્રોને અગાઉ રીઝલ્ટ આધારે માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. આ વર્ષે કોરોના સંક્રમણ ઘટતાગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આગામી 28મી માર્ચથી એસએસસી અને એચએસસી પરીભાનું આયોજન કરવામાં આવ્યું છે.ત્યારે આણંદ જિલ્લામાં ધો -10માં 31682 અને ધો 12માં વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહમાં 16635 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જો કે ધો 10-12ની બોર્ડ પરીક્ષામાં વિદ્યાર્થીઓમાં ઘટાડો થતાં શિક્ષણ વિભાગમાં ચિંતાનો વિષય બની ગયો છે.
આણંદ જિલ્લા શિક્ષણ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે, આગામી 18મી માર્ચથી ધો 10 અને ધો 12ની બોર્ડની પરીક્ષા શરૂ થઇ રહી છે.ત્યારે પરીક્ષા લક્ષી આગતરુ આયોજન આરંભી દેવામાં આવ્યું છે. ટુંક સમયમાં પરીક્ષા સમિતિની બેઠક યોજવામાં આવશે. જેમાં જરૂરી નિર્ણય લેવામાં આવશે.પરીક્ષા સમયે વિજ કાપ નહીં થાય ,પરીક્ષા સેન્ટર બહાર પોલીસ બંદોબસ્ત , આસપાસના વિસ્તારમાં ઝેરોક્ષની દુકાન બંધ રહે તથા પરીક્ષાખંડમાં સીસીટીવી ચાલુ રહે તેવી ખાસ સુચના આપવામાં આવશે.
આ પરીક્ષાઓમાં કલાસવન ઓફિસરના સ્કોવોડની દેખરેખ તેમજ વિદ્યાર્થીઓને કોઇ સમસ્યા નહીં આવે તે માટે તમામ તૈયારીઓ તકેદારી રાખવામાં આવશે. આમ આણંદ જિલ્લામાં ધો-10માં 41 કેન્દ્રો 31682 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધો-12 વિજ્ઞાન પ્રવાહમાં 5 કેન્દ્રમાં 4547 વિદ્યાર્થીઓ અને સામાન્યપ્રવાહના 20 કેન્દ્રમાં 11635 વિદ્યાર્થીઓ કુલ 16635 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શકે તેવી તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.