તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોનાએ કહેર વરસાવતા લોકોનું જનજીવન વિખરાયું હતું. વેપાર,ધંધા,રોજગાર,બેકાર બન્યા વિદ્યાર્થીઓનું ભણતર અને કારકિર્દીનું એક વર્ષ વસમું અને પીડા દાયક રહ્યું હતું. જોકે કોરોના વેક્સિન આવતા જાણે કોરોના ભાગ્યો હોય તેમ તેની તીવ્ર અસર ઓછી થતા જનજીવન સામાન્ય થઈ રહ્યું છે. આ સમયે સરકારે પણ ભણતા વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે તે હેતુ એ શાળા કોલેજ ખોલવાનો નિર્ણય લેતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં હાશકારો જણાઈ રહ્યો છે. કોલેજો ફરી શરૂ થતાં વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો છે.
કોરોનાકાળની વસમી પરિસ્થિતિની વિદ્યાર્થી શિક્ષણની ઓનલાઈન સફર હવે ઓન સ્કૂલ અને ઓન કોલેજમાં પરિવર્તિત થઈ ગઈ છે. વિદ્યાર્થીઓ અને શિક્ષકો ના આગમનથી વિદ્યાનગરી સોળે શણગાર સજી હોય તેમ જણાય રહી છે. કોલેજના અભ્યાસ ખંડોમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓની હાજરી થઈ કોલેજ જીવનનો પ્રારંભ થતા વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ છલકતો જોવા મળ્યો હતો.
છેલ્લા 11 માસથી શૈક્ષણિક કાર્ય ઠપ રહ્યા બાદ હવે ફરથી વિદ્યાર્થીઓની શાળા કોલેજ શિક્ષણ વ્યવસ્થા પુન:કાર્યરત થઈ રહી છે, ત્યારે આજરોજ 8મી ફેબ્રુઆરીને સોમવારથી પ્રથમ વર્ષના કોલેજના વર્ગો શરૂ કરી દેવામાં આવ્યા છે. એસોપીના પાલન સાથે દરેક કોલેજને શૈક્ષણિક કામગીરી પૂર્ણ પણે શરૂ થઈ ગઈ છે. ધોરણ 12નો અભ્યાસ પુર્ણ કરીને કોલેજ શરૂ થવાની રાહ જોતા વિદ્યાર્થીઓની આતુરતાનો હવે અંત આવ્યો છે. કોલેજ ફરીથી શરૂ થતાં વિદ્યાર્થીઓમાં ઉત્સાહ પણ બેવડાયો છે.
આ અંગે પ્રથમ વર્ષ બીએસસીની છાત્રા ઉર્વી ઉપાધ્યાયે પોતાનો ઉમળકો દર્શાવતા જણાવ્યું કે કોરોના સંક્રમણ હળવું થતા શરૂ થયેલ કોલેજ માં પ્રથમ દિવસ ખૂબ આનંદિત રહ્યો ઓનલાઈન કરતા પ્રત્યક્ષ શિક્ષણ અને કોલેજનો માહોલ ઉત્સાહમાં વધારો કરે છે.ઓનલાઈન મળેલા નવા શિક્ષક અને સહેલીઓને રૂબરૂ મળવાનો રોમાંચને લઈ ખુશીઓ બેવડાઈ છે.કોલેજ મેનેજમેન્ટ દ્વારા કોરોના ગાઈડલાઈન નું સંપૂર્ણ પાલન કરવામાં આવ્યું હતું.
આ અંગે બીએસસી પ્રથમ વર્ષ વિદ્યાર્થી પ્રહર ભટ્ટે ખૂબ આનંદીત અને રોમાંચિત સ્વરે કોલેજના પ્રથમ દિવસની લાગણી વ્યક્ત કરી હતી.કોલેજનો પ્રથમ દિવસનો અભ્યાસ કોરોના ગાઈડલાઈન ના ચુસ્ત પાલન સાથે શરૂ થયો અને તે ખૂબ કોલેજ કેમ્પસ માં આનંદ પ્રમોદ સાથે દિવસ વીત્યો ની લાગણી વ્યક્ત કરી હતી.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.