તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાળકોની સુરક્ષા અંગે બેઠક:કોરોનાની ત્રીજી લહેરમાં થેલિસેમિયાગ્રસ્ત બાળકો પર વધુ જોખમ, બાળકો સંક્રમીત ન થાય તે માટે સાવચેત રહેવા અનુરોધ

આણંદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના સચિવે ‘મારા ગામનું બાળક – કોરોના મુક્ત બાળક’ સુત્ર આપ્યું
  • બેઠકના અંતે ઉપસ્થિત સૌ મહાનુભાવોએ “મારા ગામનું બાળક – કોરોના મુકત બાળક” સૂત્રને સાર્થક કરવાના શપથ લીધા

આણંદ ખાતે બાળ આયોગના સચિવ પી. બી. ઠાકરના અધ્યક્ષ સ્થાને સંભવિત ત્રીજી લહેરમાં બાળકોમાં સંક્રમણ સામે સુરક્ષા અંગે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં થેલિસેમિયાગ્રસ્ત કે અન્ય ગંભીર કોઇ રોગથી પીડિત હોય તો તેવા બાળકો સંક્રમીત ન થાય તે માટે સાવચેત રહેવા અનુરોધ કર્યો હતો.

રાજય બાળ અધિકાર સંરક્ષણ આયોગના સચિવ પી. બી. ઠાકરએ રાજયમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં બાળકોમાં થનારા સંક્રમણને લઇને ટાસ્ક ફોર્સ બનાવી ‘મારા ગામનું બાળક , કોરોના મુકત બાળક’ સૂત્ર અપનાવી જવાબદારી નિભાવવા અનુરોધ કર્યો હતો. તેઓએ ભાર મુકતા જણાવ્યું હતું કે, થેલિસેમિયાગ્રસ્ત કે અન્ય ગંભીર કોઇ રોગથી પીડિત હોય તો તેવા બાળકોને સંક્રમણ ન લાગે તેની ખાસ વિશેષ કાળજી લેવી જોઈએ. ગામે-ગામ સામાજિક કાર્યકર, મુખ્ય શિક્ષક, સરપંચ, તલાટી, પીડિયાટ્રીશિયન, સીડીપીઓની ટાસ્ક ફોર્સ દ્વારા જિલ્લા બાળ સુરક્ષા એકમ અને બાળ કલ્યાણ સમિતિના સંપર્ક નંબરોના બેનર બનાવી લગાવવા સુચવ્યુ હતું.

આ બેઠકમાં સંભવિત ત્રીજી લહેરમાં બાળકો વધુ સંક્રમિત ના થાય તે માટે કેવા પગલા લેવા અને ‘મારુ ગામ કોરોના મુક્ત ગામ’ કેવી રીતે બની રહે ? તે માટે શુ કાર્યવાહી કરવી ? તેના વિશે વિગતવાર માહિતી આપી હતી. ગ્રામ્ય કક્ષા, તાલુકા કક્ષા અને જિલ્લા કક્ષાઓની સમિતિઓમાં જિલ્લા બાળ સુરક્ષા એકમ તથા બાળ કલ્યાણ સમિતિનો સમાવેશ કરવા જિલ્લા પંચાયતના પ્રમુખને અનુરોધ કર્યો હતો. તમામ તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ સમિતિના સભ્યોના નામ, સરનામા તથા મોબાઈલ નંબર વાળા બેનર લગાવવા જેથી લોકો કચેરીનો સીધો સંપર્ક કરી શકશે.

39 બાળકોએ માતા અને પિતા ગુમાવ્યાં

આણંદ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી પાર્થ ઠાકર દ્વારા બાળ આયોગની કામગીરી તથા બેઠકની રૂપરેખા વિશે ટુંકમા સમજણ આપતા જણાવ્યું હતું કે, આણંદ જિલ્લામાં કોરોનામાં અનાથ થયેલા 39 બાળકોની મુખ્યમંત્રી બાળ સેવા યોજના અંતર્ગત અરજીઓ મંજુર કરવામાં આવી અને આ તમામ બાળકોને માસિક રૂ. 4000 ની સહાય જુલાઈ માસમાં મળી રહેશે. જે બાળક અભ્યાસ કરે ત્યાં સીધી મળવાપાત્ર થશે.

જિલ્લા પંચાયતના પ્રમુખ દ્વારા બેઠકમાં ઉપસ્થિત પદાધિકારીઓને સરકારને તમામ તબકકે સહાયરૂપ થવાનો અનુરોધ કરી આ કામગીરીમાં પોતે પણ સહયોગ આપશે તેમ જણાવ્યું હતું.બેઠકના અંતે ઉપસ્થિત સૌ મહાનુભાવોએ “મારા ગામનું બાળક – કોરોના મુકત બાળક” સૂત્રને સાર્થક કરવાના શપથ લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...