તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:આણંદ જિલ્લામાં કોરોનાના વળતા પાણી, આજે નવા 2 કેસ, એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 20 પર પહોંચી

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજે 10,389 નાગરિકોનું રસીકરણ કરાયું

આણંદ જિલ્લામાં કોરોના હવે વિદાય લઈ રહ્યો હોવાનું જણાઈ આવ્યું છે.આજે જિલ્લામાં નવા કેસોમાં નહિવત નોંધાતા સંક્રમિતો નો આંકડો માત્ર 2 એ અટક્યો છે.ખાનગી હોસ્પિટલમાં આજના આંકડા મુજબ 13 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જે દર્શાવે છે કે દર્દીઓની ખાનગી હોસ્પિટલના કેસો પણ નહિવત રહ્યા છે.આણંદ જિલ્લામાં નોંધાયેલ કોરોનાના એક્ટિવ કેસ 20 છે.

જિલ્લામાં શરૂ થયેલ રસીકરણમાં આરોગ્ય તંત્રની કામગીરી સુપેરે થઇ રહી છે. જિલ્લામાં નાગરિકોના મહા રસીકરણ અભિયાનનો પ્રારંભ થઈ ચુક્યો હોઇ આજે કુલ 10,389 નાગરિકોનું રસીકરણ કરાયું છે.

આણંદ જિલ્લા આરોગ્ય વિભાગની કોરોનાની સત્તાવાર યાદી અનુસાર કોરોના સંક્રમણની સ્થિતિ જોઈએ તો આજે માત્ર 2 જેટલા જ પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે.દૈનિક સંક્રમિતોની ઘટતી અને સંખ્યા ને લઈ સરકારી તંત્રમાં હાશકારો વ્યાપી રહ્યો છે.જોકે પ્રજા માટે હરખવા જેવી બાબત નથી જો સાવચેતી હટી તો દુર્ઘટના ઘટી ઉક્તિ અનુસાર ફરી તકલીફોનો સામનો કરવો પડી શકે તેમ છે.આ સાથે જ અત્યાર સુધીના સંક્રમિત દર્દીઓનો કુલ આંકડો 9579 સુધી પહોંચ્યો છે. જેમાંથી અત્યાર સુધી 9511 ને સારવાર બાદ સારું થઈ જતાં તેમને રજા આપી દેવામાં આવી છે.કોરોના થી મૃત્યુ પામેલ દર્દીઓનો અત્યાર સુધીનો મૃત્યુઆંક 48 નોંધાયો છે.

આણંદ જિલ્લામાં હાલ 20 દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાંથી 10 ની હાલત સ્થિર છે.6 દર્દીઓને ઓક્સિજન પર રાખીને સારવાર કરવામાં આવી રહી છે. 2 દર્દીઓ બાયપેય ઉપર અને 2 દર્દી વેન્ટિલેટર ઉપર સારવાર લઈ રહ્યા છે.8 દર્દીઓ કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પીટલમાં, 2 અપરા હોસ્પિટલમાંમાં, 1 આણંદની જનરલ હોસ્પિટલમાં, 2 સિવિલ હોસ્પિટલ પેટલાદમાં સહિત જિલ્લાની અન્ય કોવિડ માન્ય તમામ ખાનગી હોસ્પિટલમાં આજે 13 દર્દીઓ સારવાર હેઠળ છે.7 દર્દીઓ હોમ આઈસોલેશનમાં સારવાર લઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...