તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:કોરોનાની ગતિ યથાવત વધુ 22 પોઝિટીવ કેસ, આણંદના 7 સાથે કુલ આંક 3110 પહોંચ્યો

આણંદ10 દિવસ પહેલા
 • કૉપી લિંક

આણંદ જિલ્લામાં કોરોનાનું સ્થાનિક સંક્રમણ ગતિ દિવસે ને દિવસે વધતું જાય છે. આણંદ જિલ્લા આરોગ્ય વિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર શુક્રવારે આણંદ શહેર સહિત જિલ્લામાં વધુ 22 કેસ નોધાય છે. જેમાં આણંદના 7 તેમજ તાલુકામાં 8 કેસ નોધાય છે. જ્યારે ઉમરેઠ તાલુકામાં 3 કેસ ઉપરાંત પેટલાદ, સોજિત્રામાં 1-1 કેસ નોધાયા છે.

આ તમામ દર્દીઆે વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. આમ શુક્રવારે નવા 22 કેસ નોધાતાં જિલ્લાનો કુલ આંક 3110 પર પહોંચી જવા પામ્યો છે. આણંદ જિલ્લામાં હાલ 141 દર્દીઆે અેક્ટીવ છે. જેમાં 131 દર્દીઆે જિલ્લાની જુદી-જુદી હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યાં છે. જ્યારે 10 દર્દીઆે હોમઆઈસોલેશમાં સારવાર લઈ રહ્યાં છે. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઆે પૈકી 6 દર્દીઆે ઓક્સિજન પર છે.

ચાંગામાં સ્વૈચ્છિક લોકડાઉન
પેટલાદ તાલુકાના ચાંગા ગામે કોરોના સંક્રમણ વધતા ગ્રામ પંચાયત દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું .ગામના વેપારીઓ બપોરે તમામ વેપારધંધા બંધ રાખીને સંપૂર્ણ સહકારઆપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો