તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબુ:આણંદમાં કોરોનાની 2000 તરફ કૂચ, ગુરૂવારે 20 કેસ

આણંદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આણંદમાં 12, ગ્રામ્ય વિસ્તારોમાં 8 કેસ પોઝિટીવ

આણંદ જિલ્લામાં કોરોનાનું સ્થાનિક સંક્રમણની બીજી વેવ ભયજનક રીતે વધી રહી છે.આણંદ શહેર સહિત જિલ્લામાં વીતેલા 24 કલાક દરમિયાન વધુ નવા 20 કેસ ઉમેરાતાં જિલ્લાનો કુલ આંક 1941 પર પહોંચી ગયો છે. જો કે, અત્યાર સુધી જિલ્લામાં 1802 દર્દીઆેઅે કોરોના હરાવીને ઘરે પરત ફર્યા છે. આણંદ જિલ્લા આરોગ્ય વિભાગના સુત્રોના જણાવ્યા પ્રમાણે ગુરુવારે આણંદમાં 12 , બોરસદમાં 3,ખંભાતમાં 2 અને તારાપુર,ઉમરેઠ,પેટલાદ અને તારાપુરમાં અેક અેક કેસ મળી કુલ 20નવા કેસો નોધાયા છે.

આણંદ શહેરના અેન્જલ સ્કુલ પાસે રહેતાં 43 વર્ષની મહિલા, નહેરુબાગ વિસ્તારમાં રહેતાં 48 વર્ષના પુરુષ, આસ્થા બંગ્લોઝમાં રહેતાં 47 વર્ષના પુરુષ, પરીખભુવન વિસ્તારમાં રહેતાં 48 વર્ષના પુરુષ, અેનડીડીબી રેસીડન્સીયલમાં રહેતાં 65 વર્ષના વૃદ્વા, તેમજ તાલુકાના વઘાસીમાં રહેતાં 25 વર્ષની યુવતી, હાડગુડમાં રહેતાં 68 વર્ષના વૃદ્વા, લાંભવેલમાં રહેતાં86 વર્ષના વૃદ્વા તેમજ 59 વર્ષની મહિલા, બાકરોલમાં રહેતાં 65 વર્ષના વૃદ્વ, વાસદમાં રહેતાં 28 વર્ષની યુવતી,નાપાડના 71 વર્ષની વૃદ્વા, આ ઉપરાંત ઉમેરઠમાં 40 વર્ષની મહિલા, ખંભાતમાં રહેતાં 68 વર્ષના વૃદ્વા, તેમજ સહેજા પરી વિસ્તારમાં રહેતાં 68 વર્ષની વૃદ્વા, તારાપુરમાં રહેતાં 50 વર્ષના પુરુષનો રિપોર્ટ પોઝિટીવ આવતાં કુલ આંક 1941 પર પહોંચ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો