તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Corona's Departure In Anand District, Not A Single Case Of Corona For The Third Day In A Row, Active Cases Dropped To 17

કોરોના અપડેટ:આણંદ જિલ્લામાં કોરોનાની વિદાય, સતત ત્રીજા દિવસે કોરોનાનો એકપણ કેસ નહીં, એક્ટિવ કેસ ઘટીને 17 થયા

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • જિલ્લામાં આજે 7 હજાર 125 નાગરિકોનું રસીકરણ કરાયું

આણંદ જિલ્લામાં કોરોના સંક્રમિત નાગરિકોનો પ્રવાહ ધીમો થઈ રહ્યો છે. કોરોના જિલ્લામાં વિદાય લે તેવી પરિસ્થિતિ જણાઈ રહી છે. જૂનના છેલ્લા સપ્તાહ બાદ આજે જુલાઈની શરૂઆતમાં ફરી કોરોના સંક્રમણના નવા 0(શૂન્ય) કેસ નોંધાયા છે. આણંદ જિલ્લામાં નોંધાયેલ કોરોનાના એક્ટિવ કેસ 17 છે. જિલ્લામાં શરૂ થયેલા રસીકરણમાં આરોગ્ય તંત્રની કામગીરી અપૂરતા વેક્સિન જથ્થાને કારણે અટવાઈ છે. જિલ્લામાં નાગરિકોના મહારસીકરણ અભિયાનનો પ્રારંભ થઈ ચુક્યો હોઇ આજે કુલ માત્ર 7125 નાગરિકોનું રસીકરણ કરાયું છે.

આણંદ જિલ્લા આરોગ્ય વિભાગની કોરોનાની સત્તાવાર યાદી અનુસાર શનિવારના રોજથી સતત ત્રણ દિવસથી કોરોના સંક્રમણની સ્થિતિ જોઈએ તો 0(શૂન્ય) દર્દી પોઝિટિવ નોંધાયા છે. દૈનિક સંક્રમિતોની ઘટતી અને નહિવત નોંધાતી સંખ્યાને લઈ સરકારી તંત્રમાં હાશકારો વ્યાપી રહ્યો છે. જોકે, પ્રજા માટે હરખવા જેવી બાબત નથી જો સાવચેતી હટી તો દુર્ઘટના ઘટી ઉક્તિ અનુસાર ફરી તકલીફોનો સામનો કરવો પડી શકે તેમ છે. આ સાથે જ અત્યાર સુધીના સંક્રમિત દર્દીઓનો કુલ આંકડો 9595 સુધી પહોંચ્યો છે. જેમાંથી અત્યાર સુધી 9530ને સારવાર બાદ સારું થઈ જતાં તેમને રજા આપી દેવામાં આવી છે. કોરોનાથી મૃત્યુ પામેલ દર્દીઓનો અત્યાર સુધીનો મૃત્યુઆંક 48 નોંધાયો છે.

આણંદ જિલ્લામાં હાલ 17 દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાંથી 12ની હાલત સ્થિર છે.2 દર્દીઓને ઓક્સિજન પર રાખીને સારવાર કરવામાં આવી રહી છે. 1 દર્દીઓ બાયપેય ઉપર અને 2 દર્દી વેન્ટિલેટર ઉપર સારવાર લઈ રહ્યા છે.5 દર્દીઓ કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.અન્ય તમામ હોસ્પિટલમાં કોરોના દર્દીઓ સારવાર મુક્ત થઈ ગયા છે.જ્યારે હાલ 12 દર્દીઓ હોમ આઈસોલેશનમાં સારવાર લઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...