તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:આણંદ જિલ્લામાં કોરોનાની વિદાય, સતત ચોથા દિવસે એકપણ કેસ નહી, એક્ટિવ કેસ ઘટીને માત્ર 2 જ રહ્યા

આણંદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં આજે છ હજારથી વધું નાગરિકોનું રસીકરણ કરાયું, આજે 15 દર્દી સાજા થયા
  • કરમસદ હોસ્પિટલમાં 2 દર્દી વેન્ટીલેટર ઉપર બાકી તમામ હોસ્પિટલમાં સંક્રમિતોની સંખ્યા શૂન્ય

આણંદ જિલ્લામાં કોરોના સંક્રમિત નાગરિકોનો પ્રવાહ ધીમો થઈ રહ્યો છે. કોરોના જિલ્લામાં વિદાય લે તેવી પરિસ્થિતિ જણાઈ રહી છે. જૂનના છેલ્લા સપ્તાહ બાદ આજે જુલાઈની શરૂઆતના સપ્તાહમાં સતત ચાર દિવસથી કોરોના સંક્રમણ ના નવા 0(શૂન્ય) કેસ નોંધાયા છે. આણંદ જિલ્લામાં નોંધાયેલ કોરોનાના એક્ટિવ કેસ માત્ર 2 જ રહ્યા છે. જિલ્લામાં શરૂ થયેલા રસીકરણમાં આરોગ્ય તંત્રની કામગીરી અપૂરતા વેકસીન જથ્થાને કારણે અટવાઈ છે. જિલ્લામાં નાગરિકોના મહારસીકરણ અભિયાનનો પ્રારંભ થઈ ચુક્યો હોઇ આજે કુલ માત્ર 6274 નાગરિકોનું રસીકરણ કરાયું છે.

આણંદ જિલ્લા આરોગ્ય વિભાગની કોરોનાની સત્તાવાર યાદી અનુસાર શનિવારના રોજથી સતત ચોથા દિવસે કોરોના સંક્રમણની સ્થિતિ જોઈએ તો 0(શૂન્ય) કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. દૈનિક સંક્રમિતોની ઘટતી અને નહિવત નોંધાતી સંખ્યાને લઈ સરકારી તંત્રમાં હાશકારો વ્યાપી રહ્યો છે. લાગે છે હવે કોરોના વિદાય લઈ રહ્યો છે. જોકે પ્રજા માટે હરખવા જેવી બાબત નથી જો સાવચેતી હટી તો દુર્ઘટના ઘટી ઉક્તિ અનુસાર ફરી તકલીફોનો સામનો કરવો પડી શકે તેમ છે.

આ સાથે જ અત્યાર સુધીના સંક્રમિત દર્દીઓનો કુલ આંકડો 9595 સુધી પહોંચ્યો છે. જેમાંથી અત્યાર સુધી 9545 ને સારવાર બાદ સારું થઈ જતાં તેમને રજા આપી દેવામાં આવી છે.કોરોના થી મૃત્યુ પામેલ દર્દીઓનો અત્યાર સુધીનો મૃત્યુઆંક 48 નોંધાયો છે.

આણંદ જિલ્લામાં હાલ 2 દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં 2 દર્દી વેન્ટિલેટર ઉપર કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.અન્ય તમામ હોસ્પિટલમાં કોરોના દર્દીઓ સારવાર મુક્ત થઈ ગયા છે.

અન્ય સમાચારો પણ છે...