હાશકારો:કોરોનાના ખાત્માની ઘડી ,જિલ્લામાં 116 દિન બાદ માત્ર 4 પોઝિટીવ

આણંદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સંક્રમણની બીજી લહેર મંદ પડતા આણંદ જિલ્લાની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં 98 ટકા બેડ ખાલી
  • 16મી ફેબ્રુઆરીએ 0 કેસ નોંધાયા હતા ત્યારબાદ સતત કેસ વધતા આંક 200ની પાર થયો હતો, હવે રાહતના સમાચાર, સાવચેતી રાખવી જરૂરી

આણંદ જિલ્લામાં સવા ત્રણ માસ એટલે કે 116 દિવસ બાદ કોરોના બીજી લહેર નાબુદી તરફ આગેકૂચ કરી છે. આજે માત્ર 4 પોઝિટીવ કેસ નોંધાયા છે. જેમાં સૌથી મહત્વની વાતએ છે કે 116 દિવસ બાદ આણંદ તાલુકા કે શહેરમાં એક પણ પોઝિટીવ દર્દી નોંધાયો નથી. જે આણંદવાસીઓ માટે ખુશીની વાત છે. જિલ્લાની હોસ્પિટલોમાં હાલ માત્ર 104 એકટીવ દર્દીઓ છે.

મળતી માહિતી અનુસાર આણંદ જિલ્લામાં જૂન માસના 12 દિવસમાં માત્ર 241 પોઝિટીવ કેસ નોંધાયા છે. આમ જિલ્લામાં કોરોના સંક્રમણ 97 ટકા ઘટયું છે. જયારે 745 દર્દીઓ સ્વસ્થ થયા છે,જેને કારણે આણંદ જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ સહીત સૌ કોઇ રાહત અનુભવી રહ્યાં છે, એપ્રિલ-મે માં તો આખા વર્ષમાં જેટલા કેસ નોંધાયા હતા તેનાથી અઢી ગણા કેસ નોંધાયા હતા.જેને કારણેે હોસ્પિટલમાં ઓક્સિજન બેડ, આઇસીયુ સહિતની સુવિધાઓની ખેંચ વર્તાઇ હતી.

જયારે હાલમાં માત્ર 104 એકટીવ કેસ રહેતા હોસ્પિટલોના 98 ટકા બેડ ખાલી થઇ ગયા છે. તેમ છતાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પુરતી તકેદારી રાખવામાં આવી રહી છે. સાથે સાથે સંભવિત ત્રીજી લહેર માટે આણંદ,પેટલાદ સિવિલ સહિત સરકારી અને ખાનગી હોસ્પિટલમાં 1500થી વધુ બેડ તૈયારી ચાલી રહી છે.ઓક્સિજન પ્લાન્ટ વધારવા માટેનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

આણંદ શહેર અને તાલુકામાં એક પણ કેસ ન નોંધાયો
આણંદ જિલ્લામાં શનિવારે નોંધાયેલા ચાર કેસમાં 2 બોચાસણ અને બે પેટલાદ તાલુકામાં નોંધાયા છે. જયારે 116 દિવસબાદ પ્રથમ વખત આણંદ શહેર અને તાલુકામાં એક પણ પોઝિટીવ કેસ નોંધાયા હતો. જે એપ્રિલ અને મે માસમાં આણંદ તાલુકામાં કોરોના પીકઅપ જોવા મળતો હતો. પ્રથમ વખત જૂન માસમાં કેસમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. જે આણંદવાસીઓ માટે આનંદની વાત છે. દૈનિક સૌથી વધુ વેક્સિન મુકવામાં આવી રહી છે.

આણંદ જિલ્લામાં 18 થી ઉપરના રસીકરણ પુર જોશમાં ચાલી રહ્યું છે
આણંદ જિલ્લામાં 44 વધુ કેન્દ્રો પર શનિવારે 9325 લોકોને વેક્સિન મુકવામાં આવી છે.જેમાં 18 થી 44 વર્ષના લોકોને 6175 લોકને વેક્સિન આપવામાં આવી છે. જયારે બાકીના 3050 લોકોને વેક્સિન બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આણંદ જિલ્લામાં વિધાનગર પીએચસી કેન્દ્ર દૈનિક સૌથી વધુ વેક્સિન મુકવામાં આવી રહી છે.

આણંદમાં પ્રથમ વખત 108 એમ્બ્યુલન્સ વાન ટાઉન હોલમાં પડી રહેલી જોવા મળી
આણંદ જિલ્લામાં સવાત્રણ માસબાદ કોરોના બીજી લહેર મંદ પડી છે. હાલમાં માત્ર દૈનિક 2 ટકા કેસ નોંધાઇ રહ્યાં છે. જેના કારણે પ્રથમ વખત કરમસદ હોસ્પિટલમાં 50 ઓછા દર્દીઓ સારવાર લઇ રહ્યાં છે. તેમજ 108 એમ્બ્યુલન્સની સાઇન ગુજતી ઓછા જોવા મળી રહી છે. શનિવારે આણંદ ટાઉન હોલમાં આખો દિવસ ત્રણ એમ્બ્યુલન્સવાન પડી રહેલી ઘણા દિવસ બાદ જોવા મળી રહી હતી.જેથી એમ્બ્યુલન્સ પાયોલોટ સહિતના સ્ટાફ પ્રથમ વખત રાહત અનુભવતો જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...