તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Corona's Case In Anand District Remains The Same, Today 161 New Cases, The Number Of Active Cases In The District Reached 1113

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:આણંદ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત, આજે નવા 161 કેસ,જિલ્લામાં એક્ટિવ કેસનો આંક 1113 પર પહોંચ્યો

આણંદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 472 દર્દીઓને ઓક્સિજન પર ,28 દર્દીઓ બાયપેય ઉપર અને 34 દર્દી વેન્ટિલેટર ઉપર સારવાર લઈ રહ્યા છે
  • આજે માત્ર 319 વ્યક્તિઓને રસીકરણ કરાયું

આણંદ જિલ્લામાં કોરોનાની ઘાતકી કહેર મચાવ્યો છે. આજે જિલ્લામાં નવા 161 કેસ નોંધાયા છે.જીવલેણ કોરોનાએ ગઈકાલે 1 દર્દીનો ભોગ લેતા એપ્રિલમાં 7 દર્દી મોત ને ભેટયાના સમાચારે સમગ્ર પંથકમાં ભય અને ફફડાટનો માહોલ ઉભો કર્યો છે. ખાનગી હોસ્પિટલમાં આજના આંકડા મુજબ 902 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જે દર્શાવે છે કે દર્દીઓની ખાનગી હોસ્પિટલ તરફની દોટ લગાવી છે. આણંદ જિલ્લામાં આજે નોંધાયેલ કોરોના વિસ્ફોટના આંકડા અને વધતા જતા દર્દીના મોતના સમાચારે સરકારીની ઊંઘ હરામ કરી દીધી છે.ચિંતાનો વિષય છે કે વેકસીનેશનનો દર ગોકળગતિએ ચાલી રહ્યું છે.આજે માત્ર 319 વ્યક્તિઓને રસીકરણ કરાયું છે.

આણંદ જિલ્લા આરોગ્ય વિભાગની કોરોનાની સત્તાવાર યાદી અનુસાર કોરોના સંક્રમણની સ્થિતિ જોઈએ તો આજે 161 જેટલા પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ દર્દીઓનો કુલ આંકડો 5233 સુધી પહોંચ્યો છે. જેમાંથી અત્યાર સુધી 4094 ને સારવાર બાદ સારું થઈ જતાં તેમને રજા આપી દેવામાં આવી હતી. કોરોનાથી કુલ મૃત્યુ પામેલ દર્દીઓનો અત્યાર સુધીનો મૃત્યુઆંક 26 નોંધાયો છે.

આણંદ જિલ્લામાં હાલ 113 દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાંથી 579 ની હાલત સ્થિર છે. 472 દર્દીઓને ઓક્સિજન પર રાખીને સારવાર કરવામાં આવી રહી છે.28 દર્દીઓ બાયપેય ઉપર અને 34 દર્દી વેન્ટિલેટર ઉપર સારવાર લઈ રહ્યા છે.364 દર્દીઓ કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પીટલમાં, 72 અંજલિમાં, 40 આણંદની જનરલ હોસ્પિટલમાં, 54 સિવિલ હોસ્પિટલ પેટલાદમાં સહિત જિલ્લાની અન્ય કોવિડ માન્ય તમામ ખાનગી હોસ્પિટલમાં આજે 902 દર્દીઓ સારવાર હેઠળ છે. 211 દર્દીઓ હોમ આઈસોલેશનમાં સારવાર લઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો