તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વેક્સિનની કામગીરી:આણંદ જિલ્લામાં કોરોના વેક્સિનની કામગીરી 95 ટકા પૂર્ણ, 4.28 લાખ લોકોનો સમાવેશ

આણંદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • આણંદ જિલ્લામાં વેક્સિનની સર્વેની કામગીરી પૂર્ણ
 • 50 વર્ષથી ઉપરના 18 ટકા અને 0.22 ટકા ગંભીર બિમારી ધરાવનારાને વેક્સિન મુકાશે
 • વેક્સિન જાન્યુ.માં આવવાની સંભાવના છે, 50 વર્ષથી ઉપરના લોકોમાં 2.24 લાખ મહિલા અને 2.04 લાખ પુરૂષનો સમાવેશ

આણંદ જિલ્લામાં કોરોના સંક્રમણની ગતિ યથાવત જોવા મળી રહી છે.કોરોના ભય હજુ પણ લોકોમાં સતાવી રહ્યો છે.ત્યારે સૌ કોઇની આશાનું કિરણ એક માત્ર વેકસીન છે. તો બીજી બાજુ વેકસીન જાન્યુઆરીમાં આવવાની સંભાવના છે. તેને ધ્યાને લઇને આણંદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં 23 લાખ વસ્તીમાં 50 વર્ષથી ઉપરના કેટલાં અને ગંભીર બિમારી ધરાવતા કેટલાં લોકોને વેકસીન મુકવા માટેની સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે.જેમાં 50 ટકા ઉપરના 18.68 ટકા લોકો નોંધાયા છે.જેમાં 9.40 ટકા મહિલાઓ અને 9.28 ટકા પુરૂષોનો સમાવેશ થાય છે. જિલ્લામાં કુલ 4,29,564 લોકોને વેકસીન મુકવામાં આવનાર છે.

આણંદ જિલ્લામાં કોરોના રસીકરણ સંદર્ભે ચાલી રહેલા સર્વેની કામગીરી 95 ટકા પૂર્ણ થઇ ગઇ છે. બાકીની કામગીરી બે દિવસમાં પૂર્ણ થઇ જશે. આ અભિયાનમાં કુલ ચાર ગ્રુપ પાડવામાં આવ્યાં છે. આ ગ્રુપ પ્રમાણે રસી આપવામાં આવશે. પ્રથમ ગ્રુપમાં હેલ્થ સ્ટાફ, બીજા ગ્રુપમાં ફ્રન્ટ લાઇનર, ત્રીજા ગ્રુપમાં 50થી વધુ ઉંમરની વ્યક્તિ અને ચોથા ગ્રુપમાં ગંભીર બિમારી ધરાવતા વ્યક્તિનો સમાવેશ કરાયો છે.

આણંદ જિલ્લા ગંભીર બિમારી ધરાતવા લોકો

તાલુકોઆણંદઆંકલાવબોરસદપેટલાદસોજીત્રાખંભાતતારાપુરઉમરેઠકુલ
કેન્સર2449333614522765300
અંગ બદલાવેલા01002002317
કિડનીની બિમારી11361615719822139
હાર્ટ4378516919264570406
થેલેસેમિયા31971420172890
સી02623004742
એચઆઇવી106225291369108266902022413
માનસીક બિમારી3912366125202394100590
અન્ય બિમારી8489423821876302161018

કેવી રીતે રસી આપવામાં આવશે? આણંદ જિલ્લામાં જે સ્થળે કોરોના રસી આપવામાં આવશે. તે સ્થળે ત્રણ તબક્કા રાખવામાં આવ્યાં છે. પ્રથમ વેઇટીંગ રૂમ, બીજા તબક્કામાં રસી આપવામાં આવશે અને ત્રીજા તબક્કામાં દર્દીને અલગ રૂમમાં રાખી તેને કોઇ આડ અસર છે કે કેમ ? તેની તપાસ થશે. બાદમાં તેને જવા દેવામાં આવશે.

કયા ગ્રુપમાં કેટલી વ્યક્તિ નોંધાઈ ?
હેલ્થ સ્ટાફ 16,200
ફ્રન્ટ લાઇન વર્કર 0000
50થી વધુ ઉંમરની વ્યક્તિ 4,29,564
ગંભીર બિમારી ધરાવતી વ્યક્તિ 5015

વેક્સીન રાખવા માટે ખાસ આયોજન હાથ ધરવામાં આવ્યું
આણંદ જિલ્લામાં કોરોના રસીકરણ માટે એક હજારથી વધુ સાઇટ નક્કી કરવામાં આવી છે. તેમાં નર્સીંગ સ્ટાફ જોડાશે. રસી રાખવા માટે ખાસ ડીપ ફ્રિઝની વ્યવસ્થા કરવામાં આવી છે.

તાલુકામાં 50 વધુ ઉંમરના લોકો

તાલુકોસંખ્યા
આણંદ135252
આંકલાવ36330
બોરસદ63666
પેટલાદ51260
સોજીત્રા18556
ખંભાત71501
તારાપુર17539
ઉમરેઠ36218
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો