તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:આણંદ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ પૂર્ણતાના આરે, આજે માત્ર 16 કેસ નોંધાયા, એક દર્દીનું મોત

આણંદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આજે 1846 નાગરિકોનું રસીકરણ કરાયું, 139 દર્દી સાજા થયા

આણંદ જિલ્લામાં બે મહિનામાં કોરોનાએ કહેર મચાવ્યા બાદ હાલ હારી રહ્યો હોવાનું જણાઈ આવ્યું છે. આજે જિલ્લામાં નવા કેસોમાં ધરખમ ઘટાડો નોંધાતા સંક્રમિતોનો આંકડો 16એ પહોંચ્યો છે. ખાનગી હોસ્પિટલમાં આજના આંકડા મુજબ 334 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જે દર્શાવે છે કે, દર્દીઓની ખાનગી હોસ્પિટલના કેસ પણ ઘટી રહ્યા છે. આણંદ જિલ્લામાં નોંધાયેલ કોરોનાના એક્ટિવ કેસ 334 છે. જ્યારે 139 દર્દીઓ સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા છે. જિલ્લામાં શરૂ થયેલ રસીકરણમાં આરોગ્ય તંત્રની નબળી કામગીરી સામે આવી છે. આજે જિલ્લામાં માત્ર 1846 નાગરિકોનું રસીકરણ કરાયું છે. જ્યારે આજે એક દર્દીનું મોત થયું છે.

આણંદ જિલ્લા આરોગ્ય વિભાગની કોરોનાની સત્તાવાર યાદી અનુસાર કોરોના સંક્રમણની સ્થિતિ જોઈએ તો આજે 16 જેટલા પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. દૈનિક સંક્રમિતોની ઘટતી સંખ્યાને લઈ સરકારી તંત્રમાં હાશકારો વ્યાપી રહ્યો છે. જોકે, પ્રજા માટે હરખવા જેવી બાબત નથી જો સાવચેતી હટી તો દુર્ઘટના ઘટી ઉક્તિ અનુસાર ફરી તકલીફોનો સામનો કરવો પડી શકે તેમ છે. આ સાથે જ દર્દીઓનો કુલ આંકડો 9354 સુધી પહોંચ્યો છે. જેમાંથી અત્યાર સુધી 8973ને સારવાર બાદ સારું થઈ જતાં તેમને રજા આપી દેવામાં આવી છે. આજે કોરોનાથી 01 મોત થતા કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓનો અત્યાર સુધીનો મૃત્યુઆંક 47 નોંધાયો છે.

આણંદ જિલ્લામાં હાલ 334 દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાંથી 98ની હાલત સ્થિર છે. 212 દર્દીઓને ઓક્સિજન પર રાખીને સારવાર કરવામાં આવી રહી છે. 14 દર્દીઓ બાયપેય ઉપર અને 10 દર્દી વેન્ટિલેટર ઉપર સારવાર લઈ રહ્યા છે. 154 દર્દીઓ કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પીટલમાં, 10 અંજલિમાં, 11 આણંદની જનરલ હોસ્પિટલમાં, 18 સિવિલ હોસ્પિટલ પેટલાદમાં સહિત જિલ્લાની અન્ય કોવિડ માન્ય તમામ ખાનગી હોસ્પિટલમાં આજે 334 દર્દીઓ સારવાર હેઠળ છે.20 દર્દીઓ હોમ આઈસોલેશનમાં સારવાર લઈ રહ્યા છે.

આણંદમાં 90 દિવસ બાદ 5 થી ઓછા કેસ
આણંદ જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર બુધવારે આણંદ શહેર સહિત જિલ્લામાં નવા 16 પોઝિટીવ કેસો નોધાયા છે. જેમાં આણંદ શહેરમાં 4 દર્દીઓ, આણંદ ગ્રામ્યમાં 7 દર્દીઆે , બોરસદ શહેરમાં 1 દર્દી, બોરસદ ગ્રામ્યમાં 2 દર્દીઆે , પેટલાદમાં 1 દર્દીઓનો રિપોર્ટ પોઝિટીવ આવતાં તમામ દર્દીઆે સારવાર અર્થે હોસ્પિટલ ખાસેડવામાં આવ્યાં છે. હાલમાં તમામ દર્દીઓની હાલ સ્થિર છે. આમ આણંદ શહેરમાં 90 દિવસ બાદ 5 થી ઓછા દર્દીઆે નોંધાતા સૌકોઈએ રાહત અનુભવી હતી. જોકે, આરોગ્ય વિભાગ દ્વારા તમામ લોકોએ ફરજીયાતપણે સોશ્યલ ડિસ્ટન્સનું પાલન કરવા અને માસ્ક પહેરવા અનુરોધ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...