તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના મહામારી:આણંદમાં કોરોનાની ગતિ ત્રણ દિવસથી મંદ :10થી ઓછા કેસ

આણંદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આણંદમાં 9 કેસ : 136 દર્દીઓ સ્વસ્થ થઇને ઘરે પરત ફર્યા

આણંદ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી કોરોના સંક્રમણ મંદ પડયું છે.10થી ઓછા પોઝિટીવ કેસ નોંધાઇ રહ્યાં છે. આણંદમાં પણ 4 થી ઓછા કેસ નોંધયા છે. જેને લઇને સૌ કોઇ રાહત અનુભવી રહ્યાં છે. જો કે સોમવારે 9 પોઝિટીવ કેસ નોંધાયા છે. જેમાં આણંદના 2 સહિત તાલુકાના 4 મળી જિલ્લામાં કુલ 9 પોઝિટીવ કેસ નોંધાયા છે.જયારે છેલ્લા 4 દિવસમાં 134 દર્દીઓ સ્વસ્થ થઇને ઘરે પરત ફર્યા હતા.આમ સ્વસ્થ થવાનો રેસિયો 94.88 ટકા નોંધાયા છે. હાલમાં 86 દર્દીઓ સારવાર હેઠળ છે.

સોજીત્રા રોડ પર શ્રીજી સોસાયટીમાં 41 વર્ષના યુવક, 100 ફૂટ રોડ પર 43 વર્ષની મહિલા, બોચાસણની 63 વર્ષનો વૃધ્ધ, કરમસદમાં 58 વર્ષનો આધેડ, પીપળામાં 46 વર્ષનો યુવક, બોરીઆવીમાં 60 વર્ષની વૃધ્ધા, વિદ્યાનગરમાં 58 વર્ષની મહિલા, લાંભવેલ 67 વર્ષ વૃધ્ધ અને ગણેશ ચોકડી આણંદ 73 વર્ષની વૃધ્ધનો કોરોનાનો રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે. હાલમાં 86 દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં 66ની તબીયત સ્થિર છે. 7 ઓક્સિજન પર અને 17હોમ આઇસોલેશનમાં છે. અત્યાર સુધીમાં 154176ના ટેસ્ટ કરાયા હતા. તેમાંથી 151942 રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. હાલમાં કોરોના સંક્રમણ ઘટયું છે. ત્યાર લોકોએ માસ્ક અને સોશિયલ ડિસ્ટનસિંગ જાળવીને કોરોના પુન: સક્રીયના બંને તે માટે પ્રયાસ કરવા જોઇએ તેમ ડોકટરોએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો