નિરાધાર:કોરોનાએ 5 બાળકોના માતા-પિતા છીનવ્યાં

આણંદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • એક વાલી ધરાવતા 63 બાળકો નોંધાયા ઃ આણંદ જીલ્લામાં સર્વેની કામગીરી ચાલુ

કોરોના કપરા કાળમાં માતા-પિતા બંનેના મૃત્યુ થવાના કારણે જે બાળકો અનાથ બન્યા છે. ત્યારે તેવા બાળકોની સારસંભાળ માટે નિરાધારના આધાર સમાન બનવા માટે તંત્ર દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. આણંદ જીલ્લામાં 5 જેટલા બાળકોના માતા-પિતાને કોરોના ભરખી જતાં અનાથ બની ગયા છે. તેમજ જીલ્લામાં એકવાલી કુલ 63 બાળકોએ માતા-પિતા કોરાનાને લીધે ગુમાવ્યા હોવાની ચોંકાવનારી વિગતો સાંપડી હતી.પ્રાપ્ત વિગતો અનુસાર કોરોના કાળમાં માતા-પિતા મૃત્યુ પામ્યા હોય અને બાળકો અનાથ થયા હોય તો તેવા બાળકોની માહિતી જિલ્લા બાળ સુરક્ષા કચેરી ખાતે એકત્રિત કરવામાં આવી રહી છે.

ત્યારે જીલ્લાની આંગણવાડી બહેનોની ટીમો દ્વારા સર્વેની કામગીરી હાથ ધરાઈ છે. જેમાં પેટલાદમાં 2, સોજીત્રામાં 1 અને તારાપુરમાં 2 સહિત કુલ 5 બાળકો અનાથ બન્યા છે. રાજ્યના મુખ્ય મંત્રીએ તાજેતરમાં જાહેર કરેલ મુખ્‍ય મંત્રી બાલ સેવા યોજના અંતર્ગત જિલ્લામાં અત્‍યારસુધીમાં 68 બાળકોની નોંધણી કરવામાં આવી હોવાનું જણાવ્યું છે.જેમાં આણંદ જીલ્લાભરમાં પાલક માતા-પિતા યોજના અંતર્ગત 825 લાભાર્થીઓને રૂા.3.43કરોડની સહાય ચુકવવામાં આવી છે. વર્ષ 2020-2021માં નવા નોંધાયેલ બાળકો સહિત કુલ 825 લાભાર્થીઓને કુલ રૂા.3.43 કરોડની સહાય ચૂકવવામાં આવી છે.

વધુ માહિતી મુજબ આણંદ જીલ્લામાં કોરોનાને લીધે ફકત એકવાલી હોય તેવા ખાસ કિસ્સામાં સૌ પ્રથમ આણંદમાં 16,ઉમરેઠમાં 7, બોરસદમાં 7, આંકલાવ તાલુકામાં 4, પેટલાદ તાલુકામાં 3, સોજીત્રા તાલુકામાં 10, ખંભાત તાલુકામાં 14, તારાપુર તાલુકામાં 2 સહિત કુલ 63 બાળકો તંત્રના ચોપડે નોંધાયેલ છે.જો કે હજુ પણ કેન્દ્ર સરકારના આદેશ મુજબ ડોર ટુ ડોર સર્વેની કામગીરીઓ પણ હાથ ધરવામાં આવી રહેલ છે.જેનો દિન પ્રતિદિન ઓન લાઇન રીપોર્ટ પણ તૈયાર કરીને મોકલવામાં આવી રહ્યો છે.

એક વાલી ગુમાવ્યા હોય તેવા કિસ્સામાં સૌથી વધુ આણંદ તાલુકામાં 16 બાળકો મળી આવ્યાઆણંદ જીલ્લામાં કોરોનાના કપરા કાળમાં માતા અને પિતા બંને ગુમાવ્યા હોય તેવા કુલ 5 બાળકો છે. જેઓ સંપૂર્ણ પણે અનાથ બન્યા છે. જો કે માતા અથવા પિતા, બેમાથી એક ગુમાવ્યા હોય તેવા બાળકોની સંખ્યા 63 છે. જેમાં સૌથી વધુ આણંદ તાલુકામાં 16 અને સૌથી ઓછા તારાપુર તાલુકામાં ફકત 2 બાળકો નોંધાયા છે.જેઓને મુખ્ય મંત્રી બાલ સેવા યોજના અંતર્ગત સહાય આપવામાં આવનાર હોવાથી તમામની વિગતો એકત્રિત કરવામાં આવી રહેલ છે. - એસ. એમ. વ્હોરા, અધિકારી, સમાજ સુરક્ષા આણંદ

અન્ય સમાચારો પણ છે...