આણંદમાં કોરોના સંક્રમણ વધે તેવી ભીતિ:સપ્ટેમ્બરમાં દર 100 ટેસ્ટમાંથી 0.02 ટકા પોઝિટિવની સામે ડિસેમ્બરમાં કોરોના પોઝિટિવનું પ્રમાણ વધીને 0.25 ટકા થયું

આણંદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામ પંચાયતની ચૂંટણી અને લગ્નસરાની મૌસમને લઈને હવે આણંદમાં કોરોના સંક્રમણ વધે તેવી ભીતિ

આગામી સમયમાં આણંદ શહેર અને જિલ્લા માટે કોરોના સંક્રમણ ઘાતક બની શકે તેવી સ્થિતિનું નિર્માણ હાલ થઈ રહ્યું છે. થોડાં સમય અગાઉ યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી તથા હાલમાં ચાલી રહેલી લગ્નની મૌસમને લઈને આણંદમાં કોરોના સંક્રમણ વધે તેવી ભીતિ હાલ સેવાઈ રહી છે. દિન પ્રતિદિન આણંદ જિલ્લામાં કોવિડ-19 ના કેસમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે.

એક માહિતી અનુસાર, સપ્ટેમ્બરમાં કોરોનાના 100 ટેસ્ટમાંથી 0.02 ટકા પોઝિટિવ આવતા હતા, જે રેસિયો ડિસેમ્બરના અંત સુધીમાં વધીને 0.25 ટકા થઈ ગયો છે. જે ખરેખર ચરોતરવાસીઓ માટે લાલબત્તી સમાન છે. આરોગ્ય વિભાગ દ્વારા જારી કરાયેલી આંકડાકીય માહિતી અનુસાર, કોરોનાની બીજી લહેર દરમિયાન આણંદ જિલ્લામાં બે માસમાં 6250થી વધુ પોિઝટીવ કેસ નોંધાયા હતા. ત્યારબાદ જુલાઈમાં કોરોનાની બીજી લહેરનું સંક્રમણ ઘટયું હતું. ઓગસ્ટ સુધીમાં કોરોનાની બીજી લહેર સમાપ્તિ તરફ ધપી રહી હતી. જેના કારણે ઓગસ્ટ માસથી વિભાગ દ્વારા ટેસ્ટ ઘટાડવામાં આવ્યા હતા.

સપ્ટેમ્બરમાં માત્ર 8 પોઝિટીવ કેસ નોંધાયા હતા. પરંતુ ડિસેમ્બરમાં ગ્રામ પંચાયતની ચૂંટણી તથા લગ્નની સિઝન હોઈ, વધુમાં મોટાભાગના એનઆરઆઈ પણ માદરે વતન પરત ફર્યા હોય સંક્રમણે ગતિ પકડી હતી. એનઆરઆઈના આગમનના પગલે ઓમિક્રોનની એન્ટ્રી થતાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતના મોટા શહેરોને બાદ કરતાં આણંદ જિલ્લામાં ઓમિક્રોનના 13 પોઝિટીવ કેસ નોંધાયા છે.

કોરોનાની બીજી લહેરનો ખૌફ એટલો વધી ગયો હતો કે, લોકોએ તાત્કાલિક વેક્સિનના ડોઝ મુકાવતા ઓગસ્ટથી ઓકટોબર સુધીમાં 4.50 લાખ લોકોએ વેક્સિનના બંને ડોઝ મુકાવી દીધા હતા. તેમજ સૌ કોઈ કોવિડ ગાઈડ લાઈન મુજબ બજારમાં માસ્ક પહેરીને નીકળતા જોવા મળતાં હતા. જોકે, નવરાત્રિનો તહેવાર પૂર્ણ થયા બાદ પણ કોરોના કેસમાં વધારો થયો ન હતો. જેથી લોકોએ કોરોના સંક્રમણ સમાપ્ત થઈ ગયું હોય તેમ કોવિડની ગાઇડ લાઈનને કોરાણે મુકી દીધી હતી.

બજારમાં સોશ્યલ ડિસ્ટન્સ સહિતના ધજાગરા ઉડતા હતા. સરકારી કચેરી સહિત મોટાભાગના જાહેર સ્થળોએ પણ કોવિડ ગાઈડલાઈનનું પાલન થતું નહોતું. સપ્ટેમ્બર, ઓકટોબર અને નવેમ્બરમાં માત્ર 19 પોઝિટીવ કેસ નોંધાયા હતા. તેની સામે ડિસેમ્બરમાં તહેવાર સહિત ગ્રામ પંચાયતની ચૂંટણી, સામાજિક અને ધાર્મિક પ્રસંગો અને લગ્નોમાં કોવિડ ગાઈડલાઈનના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા. જેના કારણે ત્રણ માસમાં નહોતા નોંધાયા તેના કરતાં 15 ગણા કેસ ડિસેમ્બરમાં 160 પોઝિટીવ કેસ નોંધાયા છે.

રસીના બંને ડોઝ લીધા હશે તો જ સરકારી કચેરીમાં પ્રવેશ મળશેના બોર્ડ લાગ્યા
જિલ્લામાં ડિસેમ્બરમાં બેદરકારને પગલે વધી રહેલા કેસને લઈને મોડેમોડે તંત્ર જાગ્યું છે. રસીકરણ વધારવાની સાથો-સાથ કચેરીમાં જે લોકોએ વેક્સીનના બંને ડોઝ લીધા હશે તેમને જ પ્રવેશ આપવામાં આવશે તેવી નોટિસ લગાવી દેવામાં આવી છે. અલબત્ત, વેક્સિનના બંને ડોઝનું પ્રમાણપત્ર બતાવશે તેને જ પ્રવેશ આપવામાં આવશે.

ડિસેમ્બરમાં 326થી વધુ લગ્ન થયા તે પણ કોરોના માટે જવાબદાર બની શકે
આણંદ જિલ્લામાં ડિસેમ્બર માસમાં એનઆરઆઇ સહિત સ્થાનિક લોકોએ મોટા પ્રમાણમાં લગ્ન કર્યા છે. આણંદ જિલ્લામાં નાના-મોટા 125 કેટરર્સવાળા છે. 1 કેટરર્સવાળાએ બે થી ત્રણ ઓર્ડર છેલ્લાં એક સપ્તાહમાં કર્યા છે. મોટા કેટરર્સવાળાએ 10 થી વધુ લગ્નના ઓર્ડર કર્યા છે. આમ ડિસેમ્બર માસમાં 326 વધુ લગ્નો થયા હોવાનું કેટરર્સ એશોસિએશનના સભ્યોએ જણાવ્યું હતું.

ડિસેમ્બરમાં રેપીડ ટેસ્ટ વધાર્યા

માસરેપિડ ટેસ્ટકોરોના કેસએકટીવ કેસ
સપ્ટેમ્બર36500914
ઓકટોબર3510057
નવેમ્બર4530078
ડિસેમ્બર62500160127

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...