તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાસંક્રમણ:આણંદ કૃષિ યુનિ.ના વાઈસ ચાન્સેલરને કોરોના પોઝીટીવ, હાલમાં તેમની હાલત સ્થિર, તબીબ

આણંદ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર

આણંદ કૃષિ યુનિ.ના ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર ડો. રાજાબાબુ વ્યાસનો સોમવારે કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતા તેમને તાત્કાલિક આણંદની અપરા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. વાઈસ ચાન્સેલરનો રિપોર્ટ પોઝીટીવ આવતાં જ તંત્ર હરકતમાં આવ્યું હતું. આ અંગે વાત કરતા તબીબ ડો. રાહુલ પંચાલે જણાવ્યું હતું કે, સોમવારે તેમને કોવિડ સેન્ટર, અપરા હોસ્પિટમલાં દાખલ કરવામાં આવ્યા હતા.

તેમના રિપોર્ટ કરાતા તેમના ફેફસામાં સાધારણ ઈન્ફેક્શન હોવાનું બહાર આવ્યું હતું. જોકે, બીજી તરફ આ સમગ્ર મામલે યુનિવર્સિટીના રજિસ્ટાર ડો. મનોજ ત્રિવેદીને પૂછતાં તેમણે ડો. વ્યાસને કોરોના પોઝીટીવ છે કે કેમ તે તેની જાણ ન હોવાનું કહ્યું હતું. પરંતુ સોમવારે તેઓ ફરજ પર આવ્યા ન હોવાનું કહેતા ઉમેર્યું હતું કે, મારી પાસે જ્યાં સુધી કોઈ રિપોર્ટ ન આવે ત્યાં સુધી હું આ અંગે વધુ કંઈ કહી શકું નહીં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો