કોરોના અપડેટ:આણંદમાં કોરોના વિસ્ફોટ નવા 114 કેસ ,એક્ટિવ કેસ 339 થયા , આજે રસીકરણ 15211

આણંદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઓમિક્રોનના નવા 3 કેસ ,સાજા થયેલ 11 અને કુલ 18 એક્ટિવ કેસ

આણંદ જિલ્લામાં કોરોના સંક્રમણની ગતિ વધી રહી છે અને પરિસ્થિતિ વણસી રહી છે. રાજકીય અને સરકારી કાર્યક્રમોનો સતત વધતી જતી સંખ્યા કોરોના સંક્રમણને બળ પૂરું પાડી રહી હોય તેવું લાગી રહ્યુ છે. કોરોના સંક્રમણ નાગરિકોને સખ્ત રીતે ભરડે લઈ રહ્યો છે. આજથી 15 થી 18 વર્ષના કિશોર-કિશોરીઓ માટે રસીકરણ અભિયાનનો ચાલી રહયુ છે.આજે જિલ્લામાં કોરોના સંક્રમણ વિસ્ફોટ થયો છે .આજે નવા 114 કેસ નોંધાયા છે. આણંદ જિલ્લામાં નોંધાયેલા કોરોનાના એક્ટિવ કેસ 339 થયા છે. જોકે આણંદ જીલ્લામાં આજે વધુ ઓમિક્રોનના નવા 3 કેસ નોંધાયા છે.

આણંદ જિલ્લા આરોગ્ય વિભાગની કોરોનાની સત્તાવાર યાદી અનુસાર ગઈકાલે 70 કેસ બાદ આજે પણ નવા 114 કેસ નોંધાયા છે.કોરોના મજબૂતાઈથી 339 દર્દીને ભરડે લઈ બેઠો છે. દૈનિક સંક્રમિતોની વધતી સંખ્યા છતાં કોવિડ નિયમોને નકારતા નાગરિકોની ગંભીર બેદરકારી દાખવી રહ્યા છે.જ્યારે રાજકીય પક્ષોના નેતાઓ અને આગેવાનો પણ જાહેર બેજવાબદાર રીતે વર્તી રહ્યા હોઈ કોરોના ફૂલીફાલી રહ્યો છે.

મહત્વનું છે કે આણંદ તાલુકામાં ગઈકાલે સૌથી વધુ 62 દર્દીઓ હતા આજે પણ 98 દર્દી નવા નોંધાયા છે . જ્યારે પેટલાદમાં 5 ,આંકલાવમાં 1 ,બોરસદમાં 2અને ખંભાતમાં 4 ઉમરેઠ તાલુકામાં4 દર્દીઓ નોંધાયા છે.ઓમિક્રોનની માહિતી જોઈએ તો આજે ઓમીક્ર્રોનના નવા 3 કેસ નોંધાયા છે. ઓમીક્રોન સંક્રમિત દર્દીઓનો 11 દર્દી સાજા થયેલ છે તેમજ કુલ એક્ટિવ કેસ નો આંકડો 18 સુધી પહોંચ્યો છે.

આજે રસીકરણ અભિયાન શરૂ થયું છે.જેમાં 15 થી 18 વર્ષના કિશોર કિશોરીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. આજે રસીકરણનો કુલ આંકડો 15211 સુધી પહોંચ્યો હતો.

જિલ્લામાં અત્યાર સુધીના સંક્રમિત દર્દીઓનો કુલ આંકડો 10047 સુધી પહોંચ્યો છે. જેમાંથી અત્યાર સુધી 9658 ને સારવાર બાદ સારું થઈ જતાં તેમને રજા આપી દેવામાં આવી છે.હાલ 13 દર્દી કરમસદ શ્રી કૃષ્ણ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.જ્યારે 5 અન્ય ખાનગી હોસ્પિટલમાં દાખલ છે.તો બીજી તરફ 318 સંક્રમિતોને હોમએસોલેસનમાં સારવાર અપાઈ રહી છે.2 દર્દી ઓક્સિજન ઉપર કોરોના સામે ઝઝૂમી રહ્યા છે.કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓનો અત્યાર સુધીનો મૃત્યુઆંક 50 નોંધાયો છે.

આણંદમાં 17 સ્થળે 101 મકાન કન્ટેઇનમેન્ટમાં ફેરવાયા
આણંદના કન્ટેઇનમેન્ટ વિસ્તારો

  • ચાવડા પુરા ક્રિશ્ના પાર્ક (1 મકાન)
  • વ્યાયામ શાળા - પુજનબંગ્લોઝ(9 મકાન)
  • કેરા કૈન કેમ્પસ રૂપાપુરા(05 મકાન)
  • ડો. કુરિયન રોડ ગીતાપાર્ક (1 મકાન)
  • રૂપાપરા મહર્ષિ એપાર્ટમેન્ટ ( 3 મકાન)
  • બાકરોલ અવધુત સોસાયટી (4 મકાન)
  • સંકેત રોડ (4 મકાન)
  • લાંભવેલ રોડ- શ્યામલ હાઇટસ(5 મકાન)
  • બાકરોલ - અર્પણનગર (4 મકાન)
  • બાકરોલ- શાલીગ્રામ ગ્રીન(4 મકાન)
  • બાકરોલ - તુલસીશ્યામ સોસાયટી(3 મકાન)
  • નાની ખોડિયાર - ગંગદેવનગર(4 મકાન)
  • લાંભવેલ રોડ શયોલા હાઇટ(5 મકાન)
  • મંગળપુરા- યોગેશ્વર સોસાયટી(2 મકાન)
  • ગોકુલવાડી આણંદ(5 મકાન)
  • સિવિલ કોર્ટ રોડ 2( મકાન)
  • તીર્થ -2 સોસાયટી બાકરોલ(4 મકાન)

કરમસદ નગરપાલિકાના કન્ટેઇનમેન્ટ વિસ્તારો

  • બળિયાદેવ મંદિર પાછળ (1 મકાન)
  • સાહેબ બંગ્લોઝ(1મકાન)
  • અર્થ હાઇટ (1 મકાન)
  • કરમસદ હોસ્પિટલ(1 મકાન)
  • પ્રોફેસર સોસયટી પાસે(1 મકાન)

ગ્રામ્ય વિસ્તારના કન્ટેઇનમેન્ટ વિસ્તારો

  • પાર્થ ટાઉન શીપ જોળ(09 મકાન)
  • વઘાસીમાં (2 મકાન)
  • વ્યાસ ફળિયું થામણા(6 મકાન)
  • જહાજ (3 મકાન)
  • ત્રણોલ (5 મકાન)
અન્ય સમાચારો પણ છે...