તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાનો કહેર:જિલ્લામાં કોરોના આઉટ ઓફ કંટ્રોલ : 94 કલાકમાં જ 96 કેસ 1000 રેપીડ ટેસ્ટમાં 25 શંકાસ્પદ, આણંદમાં કોરોનાના વધુ 28 કેસ

આણંદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

ખેડા જિલ્લામાં છેલ્લા 7 મહિનામાં સૌથી વધુ 30 કોરોના પોઝિટીવ દર્દીઓ ગુરૂવારે સરકારી ચોપડે નોંધાયા છે. જેમાં સૌથી વધુ 13 પોઝિટીવ દર્દીઓ મહેમદાવાદમાં નોંધાયા છે. જિલ્લામાં કોરોનાની સારવાર લઇ રહેલા 6 દર્દીઓના મોત નીપજ્યા છે. જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો બે હજારને પાર કરી ગયો છે. ગુરૂવારે જિલ્લામાં કોરોનાના વધુ 30 પોઝિટીવ દર્દીઓ મળી આવ્યા હતા. જેમાં સૌથી વધુ મહેમદાવાદ તાલુકામાં 13 દર્દીઓ મળી આવતાં, સ્થાનિક આરોગ્ય વિભાગ દોડતું થયું છે. આ ઉપરાંત નડિયાદ શહેરમાં ગુરૂવારે કોરોનાના 6 દર્દીઓ મળી આવ્યા હતા. જેમાં જય મહારાજ સોસાયટીમાં રહેતા 47 વર્ષના મહિલા, સાૈંદર્ય વીલામાં રહેતા 29 વર્ષનો યુવક, પારેખની ખડકીમાં રહેતા 31 વર્ષનો યુવક, અક્ષર ટાઉનશીપમાં રહેતી 32 વર્ષની યુવતી, અવધુત પાર્ક સોસાયટીમાં રહેતા 38 વર્ષના યુવક તથા આદર્શ કોલોનીમાં રહેતા 35 વર્ષના યુવકનો સમાવેશ થાય છે. જિલ્લાના કઠલાલ તાલુકામાં ચાર દર્દીઓ, ઉત્તરસંડામાં એક, કપડવંજ તેમજ ડાકોરમાં એક-એક દર્દીઓ નોંધાયા છે. આ ઉપરાંત ત્રણ દિવસ માટે સ્વૈચ્છિક લોકડાઉન કરનાર પીપલગ ગામમાં પણ ત્રણ દર્દીઓ મળી આવ્યા છે. આ સાથે ખેડા જિલ્લામાં કુલ આંક 2004 પહોંચી ગયો છે. જયારે આણંદ જિલ્લામાં છેલ્લા 4 દિવસ અેટલે કે, 96 કલાકમાં 94 નવા કોરોના પોઝિટીવ દર્દીઓ નોધાયા હતાં. આમ ગુરુવારે આણંદ શહેર સહિત જિલ્લામાં 28 નવા કેસો નોંધાતા કુલ કેસ 1788 થયા છે. જેમાં આણંદમાં 21, પેટલાદ અને બોરસદમાં 3-3 અને સોજિત્રામાં 1 કેસો નોધાયા છે. જેના પગલે જિલ્લાનો કુલ આંક 1788 પર પહોંચ્યો છે. આણંદ શહેર સહિત જિલ્લાભરમાં હાલ 114 દર્દીઆે સારવાર હેઠળ છે. જેમાંથી 47 દર્દીઆે હોમ આઈસોલેશનમાં સારવાર લઈ રહ્યાં છે. જ્યારે 40 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. જેમાંથી 4 દર્દીઆે ઓક્સિજન પર છે. અને અેક દર્દી વેન્ટીલેટર પર છે. તંત્ર દ્વારા ગુરુવારે 1617 સેમ્પલ લેવામાં આવ્યાં હતાં.જેમાં હાલ 28 દર્દીઆેનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...