તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Corona Explosion In Demol Before The Arrival Of Anand District President CR Patil, Voluntary Lockdown, 20 Civilian Corona Infected In Three Days

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના કહેર:આણંદ જિલ્લાના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના આગમન પૂર્વે ડેમોલમાં કોરોના વિસ્ફોટ,સ્વૈચ્છિક લોકડાઉન ,ત્રણ દિવસમાં 20 નાગરિક કોરોના સંક્રમીત

આણંદ10 દિવસ પહેલા
  • આબુ અંબાજી ની ધાર્મિક યાત્રા બાદ પરિસ્થિતિ વણસી હોવાનું ગ્રામજનોનું અનુમાન
  • 75 ટકા પરિવારના વ્યક્તિઓ વિદેશમાં સ્થાયી હોઈ તેઓમાં પરિવારની ચિંતા વ્યાપી
  • છેલ્લા એક સપ્તાહમાં આણંદ જિલ્લામાં 36 થી વધુ કેસ નોંધાયા છે

આણંદ જિલ્લામાં ચૂંટણી નો રંગ જામી રહ્યો છે.રાજકીય પક્ષોના કાર્યકરો ગામે ગામ અને ઘરે ઘરે પ્રચારમાં લાગ્યા છે.ચૂંટણી પહેલા મુખ્યમંત્રીએ કોરોના ગાઈડલાઈન હળવી કરી અને મુખ્યમંત્રી જ કોરોનામાં સપડાયા છે.આણંદ જિલ્લાનાની વાત કરીએ તો છેલ્લા 7 દિવસમાં 36 થી વધુ કેસો નોંધાયા છે.જ્યારે પેટલાદ ના ડેમોલ માં કોરોના વિસ્ફોટ થયાની માહિતીએ સમગ્ર તંત્રને હચમચાવી મુખ્યું છે.પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના આણંદ આગમના એક દિવસ પૂર્વે જ આણંદ જિલ્લામાં કોરોનાનો સંકજો વધતા રાજકીય કાર્યકરોમાં ભય અને ચિંતાઓ માહોલ વ્યાપ્યો છે જ્યારે ભાજપના જિલ્લા હોદ્દેદારોમાં રાજકીય સભા માં સંખ્યાને લઈ ચિંતા છે.

આણંદ જિલ્લાના લોકડાઉન અનલોક થતા નાગરિકોએ મનગમતા પ્રવાસ અને યાત્રાએ નીકળી પડયા છે.પેટલાદ તાલુકાના ડેમોલ ગામમાં 3000 જેટલી વસ્તીનો વસવાટ છે.મહિલા મંડળ કોરોના લોકડાઉન બાદ ધાર્મિક યાત્રાએ નીકળ્યા હતા.ફેબ્રુઆરી ના પ્રથમ સપ્તાહે એક દિવસીય ધાર્મિક યાત્રા કરી પરત ફર્યા હતા અને ત્યારબાદ બીજા સપ્તાહે ગામના યુવાનો પણ ધાર્મિક યાત્રાએ ગયા હતા.તે બાદ ગામમાં તાવ ,શરદી અને ઉધરસ ના કેસોમાં વધારો થયો હતો.કેટલાક નાગરિકોએ આ બાબતે કોરોના ટેસ્ટ કરાવતા તે પોઝીટીવ આવતા ગામમાં હડકંપ મચી હતી.ગઈકાલે સાંજ થી ગામમાં કોરોના સંક્રમિત કેસોની સ્થિતિ વધુ વિકરાળ બનતા ગામ ને સ્વૈચ્છીક લોકડાઉન જાહેર કરાયું છે.

મહત્વનું છે તંત્ર ગામ લોકોને આરોગ્ય સેવા આપવામાં આનાકાની અને ઉદાસીનતા દાખવતું હોઈ ગામના યુવાનો અલ્પેશ પટેલ ,પ્રિયલ પટેલ અને સંજય પટેલે આક્ષેપ કર્યો છે.આરોગ્ય ટીમ દ્વારા કોરોના ટેસ્ટિંગ કરવામાં આવતું નથી અને નાગરિકો સાથે બિનસંવેદનશીલ વ્યવહાર રાખે છે. જે બાબતને લઈ આરોગ્ય તપાસ ટીમ અને યુવાનો વચ્ચે બોલાચાલી થઈ હતી.જે બાદ તંત્ર હરકતમાં આવ્યું અને ગામમાં સર્વેલન્સ અને કોરોના ટેસ્ટિંગ શરૂ કરાયું છે.ગામમાં 50 જેટલા લોકો હોમક્વોરોન્ટાઈન થયાની માહિતી મળી છે.જોકે સરકારી તંત્ર સાચા આંકડા છુપાવી રહયુ ના આરોપ પણ લાગી રહ્યા છે.

આ બાબતે ડેમોલ તલાટી નો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા 8 ટીમો કામે લગાડાઈ છે.1 ટીમ ટેસ્ટિંગ કરે છે જ્યારે બીજી 7 ટીમો સર્વેલન્સની કામગીરીમાં છે.ગઈકાલે ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કરાયુ છે.સવારે 2 કલાક અને સાંજે 2 કલાક ગામ લોકોને જીવન જરૂરિયાત અને અન્ય કામ અર્થે છૂટછાટ આપવામાં આવી છે.

આ બાબતે ડેમોલ દૂધ ઉત્પાદક સહકારી મંડળી ના સેક્રેટરીએ જણાવ્યું હતું કે ડેરીમાં કોરોના ગાઈડલાઈન મુજબ જ દૂધ લેવામાં આવે છે.તમામ ને સેનેટાઈઝિંગ અને માસ્ક ફરજિયાત છે.વળી હાલની વિકટ પરિસ્થિતિ ને લઈ 18 ફેબ્રુઆરીએ મળનાર દૂધ મંડળીની વાર્ષિક સાધારણ સભા રદ કરવામાં આવી છે. આ બાબતે ચાંગા પીએચસીના ડો.માનસી પટેલ અહીં કામ કરતી ટીમો નું નેતૃત્વ કરે છે.તેઓના જણાવ્યા મુજબ 15 તારીખ થી અત્યાર સુધી 535 ઘરોમાં આરોગ્ય સર્વેલન્સ કરવામાં આવ્યું છે.જેમાં 20 જેટલા નાગરિકોમાં કોરાના સંક્રમણ જણાયું છે.જેમાં સ્મિતાબેન રજનીભાઇ પટેલ ,ઉ.58 ને કરમસદ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.જ્યારે અન્ય દર્દીઓને હોમકોવોરોન્ટાઈન કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

    વધુ વાંચો