કોરોના સંક્રમણ:કોરોના : 67% સંક્રમણ આણંદ શહેરમાં અને 33%ગ્રામ્ય વિસ્તારમાં

આણંદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
કોરોનાના કેસોની સાથે વાયરલ ફીવરની બિમારીએ પણ માથુ ઉંચકયુ હોવાથી આણંદ સિવિલ હોસ્પિટલમાં વહેલી સવારથી દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે. - Divya Bhaskar
કોરોનાના કેસોની સાથે વાયરલ ફીવરની બિમારીએ પણ માથુ ઉંચકયુ હોવાથી આણંદ સિવિલ હોસ્પિટલમાં વહેલી સવારથી દર્દીઓની લાંબી લાઈનો જોવા મળી રહી છે.
  • આણંદ તાલુકામાં 647 કેસ નોંધાયા તેમાંથી શહેરમાં 510 પોઝિટિવ : વાઈરલ ફિવરના દર્દીઓમાં પણ વધારો

સ્થાનિક કોરોના સંક્રમણ અને એનઆરઆઇના આગમનના પગલે આણંદ જિલ્લામાં જાન્યુઆરી માસના 10 દિવસમાં કુલ 765 કોરોનાના કેસ નોંધાયા છે. જેમાં આણંદ શહેરમાં 67 ટકા એટલે કે 510 કેસ નોંધાયા છે. જેમાં વિદ્યાનગર અને કરમસદમાં 40 પોઝિટિવ છે. આમ શિક્ષણ નગરી વિદ્યાનગરમાં કોરોના કેસ મળી આવ્યા હોવાથી ચિંતાનો વિષય બની ગયો છે. હાલમાં ઓફ લાઇન પરીક્ષાઓ ચાલી રહી છે. તેથી વિદ્યાર્થી આલમ ચિંતા અનુભવી રહ્યો છે. જયારે આણંદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 137 દર્દી નોંધાયા છે.

આણંદ તાલુકા બાદ સૌથી વધુ પોઝિટિવ કેસ પેટલાદ તાલુકામાં 42 છે. મોટાભાગના કેસ ગ્રામ્ય વિસ્તારનો હોવાથી સ્થાનિક સંક્રમણ ગામડાઓ સુધી ફેલાયેલું જોવા મળે છે. ઉમરેઠ શહેર અને તાલુકામાં છેલ્લા ચાર દિવસથી કોરોના શંકાસ્પદ કેસમાં ઉછાળો જોવા મળ્યો છે. સોમવારે ઓડ ગામમાંથી 5 પોઝિટિવ અને ભરોડા ગામમાં ત્રણ શંકાસ્પદ પોઝિટિવ મળી આવ્યા છે. જાન્યુઆરી માસના દસ દિવસમાં જિલ્લાના તમામ 8 તાલુકામાં કેસ નોંધાયા છે. જેમાં સૌથી ઓછા તારાપુર તાલુકામાં 4, બોરસદ તાલુકામાં 23 પોઝિટિવ કેસ નોંધાઇ ચુકયા છે.

બોરસદ તાલુકાના નાના ગામડાઓમાંથી કોરોના સંક્રમણના કેસ મળી આવ્યા છે.ડિસેમ્બર માસમાં ખંભાત તાલુકામાં કોરોના સંક્રમણનો એક પણ કેસ નહતો પરંતુ જાન્યુઆરી માસના પ્રથમ 10 દિવસમાં 16 કેસ છે. હાલમાં ખંભાત શહેરમાં પતંગ ખરીદવા માટે આજુબાજુના જિલ્લામાંથી મોટા પ્રમાણમાં પતંગ રસિયાઓ આવતા હોય છે.જેેને લઇને કોરોના સંક્ર્મણ વધવાની સંભાવના છે.

જાન્યુઆરી માસમાં અન્ય તાલુકામાં નોંધાયેલા કેસ
આણંદ જિલ્લાના પેટલાદ તાલુકામાં 42, આંકલાવમાં 06, ખંભાતમાં 16, બોરસદમાં 23, સોજીત્રામાં 11, ઉમરેઠમાં 15 અને તારાપુરમાં 4 પોઝિટિવ કેસ નોંધાયા છે. હાલમાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના સંક્રમણ વધી રહ્યું છે.

10 દિ’નું એનાલિસિસ

તારીખઆણંદમાંતાલુકામાં
1લી276
2જી215
3જી197
4થી548
5મી7523
6ઠ્ઠી8021
7મી7237
8મી679
9મી377
10મી5814
અન્ય સમાચારો પણ છે...