તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોપીરાઇટ ભંગ:પેટલાદમાં શિવમ સ્ટુડિયોના સંચાલક વિરુધ્ધ કોપીરાઇટ ભંગની ફરિયાદ,પોલીસે 70 હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી

આણંદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટી-સીરીઝ કંપનીના હક્કોવાળી ફિલ્મોના ઓડીયો ગીતોનો ઉપયોગ થતો હતો

પેટલાદ શહેરમાં સરદાર પટેલ સુપર માર્કેટના પ્રથમ માળે આવેલા શિવમ સ્ટુડીયોના સંચાલક દ્વારા વેડીંગ આલ્બમ અને પ્રિ-વેડીંગ આલ્બમમાં ગેરકાયદેસર રીતે ટી--સીરીઝ કંપનીના હક્કોવાળી ફિલ્મોના ઓડીયો ગીતોના ઉપયોગ થતો હોવાની માહિતીના આધારે ટી-સીરીઝના માલિકે પોલીસ સાથે રાખી છાપો મારતાં પોલીસે 70 હજારનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ટી--સીરીઝ કંપનીના હક્કોવાળી ફિલ્મોના ઓડીયો ગીતોના ઉપયોગ થતો હોવાની માહિતીના આધારે ટી-સીરીઝ કંપનીના એન્ટીપાઈરસી એક્ઝીક્યુટીવ અધિકારીએ પોલીસને સાથે રાખી સ્ટુડીયોમાં છાપો મારતા કોમ્પ્યુટર અને હાર્ડડીસ્કમાંથી ટી-સીરીઝના ગીતોનો ગેરકાયદેસર રીતે વેડીંગ આલ્બમમાં ઉપયોગ કરી કોપીરાઈટનો એક્ટનો ભંગ કર્યો હોવાનું જણાતા આ બનાવ અંગે પેટલાદ ટાઉન પોલીસે શિવમ સ્ટુડીયોના સંચાલક વિરુદ્ધ કોપીરાઈટ એક્ટ હેઠળ ગુનો નોંધી કોમ્પ્યુટર, સીપીયુ અને લેપટોપ સહિત 70 હજારનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર કરમસદ ખાતે રહેતા ચિરાગ પટેલ સુપર કેસેટ ઈન્ડસ્ટ્રીઝ પ્રા.લિ.માં છેલ્લા પાંચ વર્ષથી એન્ટીપાઈરસી એક્ઝીક્યુટીવ તરીકે ફરજ બજાવે છે. જેમને બાતમી મળી હતી કે પેટલાદ શહેરની શિવમ સ્ટુડીયોમાં ટી-સીરીઝ કંપનીના હક્કોવાળી ફિલ્મોના મ્યુઝીક તથા ઓડીયો ગીતોનું બીનઅધિકૃત રીતે લાયસન્સ પરવાના વિના પ્રિ વેડીંગ આલબમ તથા લગ્ન પ્રસંગના વીડીયો શુટીંગના વિડિયો ડેટામાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

બાતમીના આધારે ચિરાગ પટેલ અને તેમની ટીમે પેટલાદ ટાઉન પોલીસને સાથે રાખી શિવમ સ્ટુડીયોમાં છાપો મારતા દુકાનમાં કોમ્પ્યુટરમાંથી લગ્નના વિડીયો આલબમ અને પ્રિ-વેડીંગ આલબમમાં ટી સીરીઝના હક્કોવાળા ગીતોનો ગેરકાયદેસર રીતે ઉપયોગ થતો હોવાનું પકડાયું હતું. પેટલાદ પોલીસે સ્ટુડીયોના સંચાલક ગોકુલ પુરોહિત ર(હે. આલય કોમ્પલેક્ષ સાંઈનાથ રોડ પેટલાદ) વિરુદ્ધ કોપી રાઈટ એક્ટ હેઠળ ગુનો નોંધી સ્ટુડીયોમાંથી કોમ્પ્યુટર અને લેપટોપ સહિત 70 હજારનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...