જૂની જોગવાઇને નવા વાઘા:આણંદ જિ.પં.ના બજેટમાં કોપી પેસ્ટ

આણંદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વર્ષ 2022-23ના બજેટમાં 1.06 કરોડની પુરાંત હતી, જે નવા બજેટમાં 1.05 કરોડ
  • મોટાભાગની જોગવાઇ પણ સરખી

આણંદ જિલ્લા પંચાયત દ્વારા વર્ષ 2023-24નું 1.05 કરોડની પુરાંતવાળુ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જેમાં વર્ષ દરમિયાન 26.30 કરોડ ઉપરાંતની આવક સામે 25.25 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. જે બજેટ સર્વાનુમતે મંજૂર કરાયું છે. 2023-24ના આ બજેટમાં વિકાસ, પંચાયત, શિક્ષણ, આયુર્વેદ, આરોગ્ય, ખેતીવાડી, પશુપાલન, સમાજ કલ્યાણ અને પોષણ ક્ષેત્રોની વિવિધ યોજનાઓ માટે રૂ.19.46 કરોડની જોગવાઈઓ કરાઇ છે.

બજેટ બેઠક દરમિયાન આણંદ જિલ્લાપંચાયતના વિરોધ પક્ષના નેતા નટવરસિંહ મહિડાએ ગતવર્ષના બજેટની કોપી કરી હોવાનું જણાવીને જરૂરી સુધારા વધારા કરવા સુચન કર્યા હતાં. જ્યારે શાસક પક્ષના સભ્યોએ આક્ષેપ કરતાં સરકારી અધિકારીઓ ચેરમેન કે સભ્યોને ગણતા નથી. મનફાવે તેમ કામો મંજૂર કરીને વર્ક ઓડર આપી દેતા હોવાની રજૂઆત ડીડીઓને કરી હતી. ઉલ્લેખનીય છે કે વર્ષ 2022-23ના બજેટમાં 1.06 કરોડની પુરાંત હતી. જે નવા બજેટમાં રૂા. 1.05 કરોડની બતાવી છે. જયારે મોટાભાગની જોગવાઇ પણ સરખી જ રખાઇ છે.

આણંદ જિલ્લા પંચાયતની સામાન્ય સભા ગુરૂવારે જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પરમારના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. સભામાં ડીડીઓ મિલિન્દ બાપનાએ બજેટમાં રજૂ કરાયલી યોજનાઓની વિગતો રજૂ કરી હતી. જેમાં વિકાસ અને પંચાયત ક્ષેત્ર માટે 1.34 કરોડ, શિક્ષણ ક્ષેત્રે 8.36 કરોડ, , આર્યવેર્દ અને આરોગ્ય ક્ષેત્રે 42.25 લાખ ,ખેતીવાડી અને પશુપાલન ક્ષેત્રે 40.50લાખ, સમાજ કલ્યાણ ક્ષેત્રે 1 કરોડ, જયારે મહિલા અને બાળ વિકાસક્ષેત્રે 36 લાખ, બાંધકામ ક્ષેત્રે 4.37 કરોડ નાની સિંચાઇ ક્ષેત્રે 3.61 કરોડની જોગવાઇ ગરવામાં આવી છે.

સરકારી અધિકારીઓ ચેરમેન અને સભ્યોની વાત ધ્યાને લેતા નથી
આણંદ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં સરકારી અધિકારીઓ વિવિધ સમિતિના ચેરમેન અને જિલ્લા પંચાયતના સભ્યને ગણતા નથી બરોબાર કામો મંજૂર કરી દેતા હોવાનો વર્કર ઓડર આપી દે છે.તો શુ અમે માત્ર સહિઓ કરવામાં આવ્યે છે.તેવા સુર સાથે અધિકારીઓનો ઉધોડ લીધો હતો. પ્રકાશ પટેલ, સભ્ય જિલ્લા પંચાયત, ધર્મજ

અધિકારીઓની અઢી વર્ષ બાદ સભ્યો સામે ઓળખ પરેડ કરાઇ
આણંદ જિલ્લાપંચાયતમાં અઢી વર્ષનું શાસન પુર્ણ થવા આવ્યું હતું તેમજ છતાં મોટાભાગના સભ્યો કયાં અધિકારી કયાં વિભાગના છે.તેમનું નામશું તેની ખબર ન હતી. જેથી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં તમામ અધિકારીઓની સભ્ય સમક્ષ ઓળખ પરેડ કરવામાં આવી હતી.

કયા હેડમાં કેટલી જોગવાઇ
- શિક્ષણ ઉપકરણ ગ્રાન્ટ અને શાળાના મકાનના બાંધકામ સહિત મરામત, પાણીની સગવડ વગેરે માટે 8.21 કરોડ
- બાંધકામ ક્ષેત્રના વિકાસના કામો માટે 1.26 કરોડ
- જિલ્લા પંચયાતના સભ્યોના વિકાસના કામો માટે 84 લાખ
- સિંચાઇ ક્ષેત્રના વિકાસના કામો માટે 42 લાખ
- પુરનિયંત્રણ માટે રેતી કાંકરી ગ્રાન્ટ 4.10 કરોડ
- જિલ્લા પંચાયત કર્મચારી કલ્યાણનિધિ માટે 25 લાખ
- પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીનીઓને સેનેટરી નેપકીન માટે 5 લાખ

ગંભીરા ગામે વિકાસના કામો કોન્ટ્રાકટર બે વર્ષ થવા છતાં પૂર્ણ ન કરતાં રોષ
બોરસદ તાલુકાના ગંભીરા ગામે દિવાલ, રસ્તા બ્લોક નાખવા સહિતની કામગીરી હાથ ધરાઇ હતી. પરંતુ કોન્ટ્રાકટર દ્વારા માત્ર દિવાલ બનાવીને આગળના ગામ પડતાં મુક્યા છે. આ કોન્ટ્રાકટરને બ્લેક લીસ્ટ કરવા માટે રજૂઆત થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...