પરિણામ સ્થગિત:આણંદમાં બોર્ડ પરીક્ષામાં ફૂટેજના આધારે 6 વિદ્યાર્થીઓ સામે કોપી કેસ

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આણંદ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ગાંધીનગર બોર્ડ કચેરીમાં રિપોર્ટ મોકલી આપવામાં આવ્યો

આણંદ જિલ્લા શિક્ષણ વિભાગના સીસીટીવી કેમેરાના નોડલ અધિકારી પી.સી.નાયરે જણાવેલ કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો-10 અને ધો-12 સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહની પરિક્ષા યોજાઈ હતી. ધો.10માં 31,682 વિધાર્થીઓએ પરિક્ષા આપી હતી.તેમજ ધો.12 સામાન્ય પ્રવાહમાં 11,632 વિધાર્થીઓએ પરિક્ષા આપી હતી.અને વિજ્ઞાન પ્રવાહમાં 4,547 વિધાર્થીઓએ પરિક્ષા આપવામાં આવી હતી.

પરીક્ષામાં ગેરરિતીને નાથવા માટે સીસીટીવી કેમેરા સજજ જીલ્લાની શાળાઓમા બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.જેમા આણંદ જિલ્લામાં ધો -10માં કોપી કેસ કરતાં 5 વિદ્યાર્થી અને ધો-12માં એક વિદ્યાર્થી કોપી કેસ કરતાં કુલ 6 વિધાર્થીઓએ સીસીટીવી કેમેરામાં પકકાઇ ગયા હતા.

આથી આણંદ જીલ્લા શિક્ષણ વિભાગે સીડી તૈયાર કરીને ગાંધીનગર શિક્ષણ વિભાગને રીપોર્ટ મોકલવામાં આવ્યો હતો. જેના આધારે તપાસ કમિટીએ સીસીટીવી કેમેરા કુટેજ સહિત પેપરો તપાસવામાં આવતાં 6 વિદ્યાર્થીઓ કોપી કેસ કરવામાં આવેલ હોવાનું ખુલવા પામ્યું હતું. જેનું હિયરીંગ કામગીરી પૂર્ણ થતાંની સાથે તપાસ કમિટીએ 6 વિદ્યાર્થીઓના પરિણામ સ્થગિત કરવાનો નિર્ણય લીધો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

શિક્ષણ વિભાગ દ્વારા કેટલા વિષયમાં પરિણામ સ્થગિત કરવાનો આખરી નિર્ણય લેવાશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો-10 અને ધો-12 સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહની પરિક્ષા યોજાઈ હતી. ધો.10માં 31,682 વિધાર્થીઓએ પરિક્ષા આપી હતી.તેમજ ધો.12 સામાન્ય પ્રવાહમાં 11,632 વિધાર્થીઓએ પરિક્ષા આપી હતી. સીસીટીવી કેમેરામાં 6 વિધાર્થીઓ કોપી કેસ કરતા ઝડપાયા છે.જેમા તપાસ કમિટીએ તમામના પરિણામ સ્થગિત કરવાનો નિર્ણય કર્યા છે.જેનો રિપોર્ટ શિક્ષણ વિભાગને રજુ કર્યો છે.શિક્ષણ વિભાગ દ્વારા કેટલા વિષયમાં પરિણામ સ્થગિત કરવાનો આખરી નિર્ણય લેવાશે. > નવોદિતા ચૌધરી, શિક્ષણાધિકારી,આણંદ

અન્ય સમાચારો પણ છે...