તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:‘સ્પુઆટા’ના પ્રમુખનું સિન્ડીકેટ સભ્યપદ સીઝ કરાતા વિવાદ

આણંદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • SP યુનિ.માં સિન્ડીકેટ બેઠક પહેલાં જ VCની કેિબનમાં સિન્ડીકેટ સભ્ય અને વાઈસ ચાન્સેલર વચ્ચે તુ તુ મૈં મૈં

વલ્લભવિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુિનવર્સિટીમાં શુક્રવારે સવારે સિન્ડીકેટ બેઠક મળી હતી. જેમાં પ્રાધ્યાપકોની નિમણુંક, નવા કોર્સની પસંદગી સહિતના આઠેક જેટલાં મુદ્દાઓ પર સર્વાનુમતે મંજૂરીની મહોર મારવામાં આવી હતી. જોકે, આજની સિન્ડીકેટ બેઠક સરદાર પટેલ યુિન. એરિયા ટીચર્સ એસો.(સ્પુઆટા)ના પ્રમુખ અને બીજેવીએમ કોલેજના પ્રાધ્યાપક એચ.ડી. પટેલના સિન્ડીકેટનું સભ્યપદ સીઝ કરવામાં આવતા વિવાદાસ્પદ બની હતી.

જેને લઈને સિન્ડીકેટ સભ્ય અને વાઈસ ચાન્સેલર શીરીષ કુલકર્ણી વચ્ચે કેબિનમાં તુ તુ મૈં મૈ પણ થઈ હતી. આ મામલે યુનિવર્સિટી દ્વારા તેમને પત્ર પણ પાઠવવામાં આવ્યો હતો. સરકાર દ્વારા ખાનગી યુનિવર્સિટી એક્ટ હેઠળ સરદાર પટેલ યુનિવર્સિટી સંલગ્ન પાંચ કોલેજોને ખાનગી યુનિવર્સિટીમાં ભેળવી દેવાઈ હતી. જેને પગલે ચૂંટાઈને આવેલા પ્રતિનિધિ અને બીજેવીએમ કોલેજના પ્રાધ્પાક અને સ્પુઆટાના પ્રમુખ એચ.ડી. પટેલનું સિન્ડીકેટ પદ રદૃ કરાયું હતું.

એ પછી બે દિવસ અગાઉ સરકારે સરકારી કોલેજો સરકારી યુનિવર્સિટી સાથે જ રહેશે તેવો નિર્ણય લીધો હતો. જેને પગલે સિન્ડીકેટ સભ્ય એચ.ડી. પટેલ વાઈસ ચાન્સેલરને મળ્યા હતા અને સિન્ડીકેટ બેઠકમાં હાજરી આપવા જણાવ્યું હતું. એ સમયે વીસીએ તેમને તેઓ હવે સિન્ડીકેટ સભ્ય રહેતા નથી, તેમનું સભ્યપદ સીઝ કરાયું હોવાનું કારણ રજૂ કરી તેમને સભામાં હાજર ન રહી શકો તેમ કહેતાં જ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. દરમિયાન, એચ. ડી. પટેલે હું સિન્ડીકેટ સભ્ય રહેતો નથી તેની લેખિતમાં માંગ કરતાં યુનિવર્સિટીએ તેમને તેમનું સભ્યપદ સીઝ કરવામાં આવતું હોવાનો લેખિતમાં પત્ર પાઠવ્યો હતો.

NIOSના વિદ્યાર્થીઓના પ્રવેશ પર પ્રતિબંધ યથાવત
સિન્ડીકેટ હોલમાં મળેલી સિન્ડીકેટ બેઠકમાં આઠેક જેટલા મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. જેમાં ખાસ તો ચાલુ વર્ષે પણ એનઆઈઓએસની ડિગ્રી ધરાવતા વિદ્યાર્થીઓના પ્રવેશ પર પ્રતિબંધ યથાવત રાખ્યો છે. આ ઉપરાંત, ધ નડિયાદ એજ્યુકેશન સોસાયટી સંલગન આઈ.વી. પટેલ કોમર્સ કોલેજમાં એમ.કોમ.નો કોલેજ કાયમી ધોરણ બંધ કરવા તથા વિવિધ ડિપાર્ટમેન્ટના પ્રોફેસરની નિમણુંકને મંજૂરી અપાઈ હતી. આ સિવાય, ગ્રીન બેલ્ટના રેન્કીંગમાં યુનિવર્સિટીને પ્લેટીનમનો એવોર્ડ એનાયત કરાતા સિન્ડીકેટ સભ્યોએ હર્ષની લાગણી અનુભવી હતી.

સભ્યપદ રદ બાબતે સરકારમાં રજૂઆત કરવામાં આવશે
કોલેજોના પુન: સ્થાપનના નિર્ણય બાદ હું આપોઆપ સિન્ડીકેટ સભ્ય જ કહેવાય. તેઓ પોતાને રાજયપાલ અને મુખ્યમંત્રી પણ ઉપર સમજે છે. આ સંજોગોમાં મારૂં સિન્ડીકેટ તરીકેનું સભ્યપદ કેવી રીતે રદૃ થાય. હું ચૂંટાઈને આવેલો પ્રતિનિધિ છું. જો ન્યાય નહીં મળે તો હું સરકારમાં રજૂઆત કરીશ. > એચ. ડી. પટેલ, સિન્ડીકેટ સભ્ય

સમગ્ર કાર્યવાહી સ્ટેચ્યુએટ પ્રમાણે જ કરવામાં આવી છે
સરકાર દ્વારા અગાઉ જે નિર્ણય લેવામાં આવ્યો તેને પગલે તેઓ ખાનગી યુનિવર્સિટીમાં જોડાઈ ગયા હતા. બે દિવસ અગાઉ નિર્ણયમાં ફેરબદલ કરવામાં આવ્યો છે. હવે તેમનું સભ્યપદ આપોઆપ રદૃ થઈ ગયું છે. હવે જો તેમણે તે ખાલી જગ્યા પર પુન: આવવું હોય તો તેમણે ચૂંટણી લડીને આવવું પડે. સમગ્ર કાર્યવાહી સ્ટેચ્યુએટ પ્રમાણે જ કરાઈ છે. આ માટે તેમને લેખિતમાં પત્ર પાઠવવામાં આવ્યો છે. > શીરીષ કુલકર્ણી, વાઈસ ચાન્સેલર, સરદાર પટેલ યુનિવર્સિટી.

અન્ય સમાચારો પણ છે...