ડ્રેસ કોડનો હઠાગ્રહ:કરમસદ સરદાર પટેલ હાઇસ્કૂલમાં યુનિફોર્મ વિનાના શિક્ષકોને એન્ટ્રી નહીં અપાતા વિવાદ

આણંદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શિક્ષકોએ હલ્લો બોલાવી બંધ કરેલા ગેટ ખોલી સ્કૂલમાં પ્રવેશ કર્યો હતો

કરમસદ સરદાર પટેલ હાઇસ્કૂલમાં મેનેજમેન્ટ દ્વારા શિક્ષકો માટે યુનિફોર્મ ફરજીયાત કરતાં શિક્ષકો વિરોધ કર્યો હતો. જેથી શનિવારે શાળાના મેનેજમેન્ટ દ્વારા શિક્ષકોને યુનિફોર્મ વગર આવેતો પ્રવેશવા નહીં આપવા માટે શાળાના મુખ્યગેટ બંધ કરી દેવામાં આવ્યો હતો. જેથી રોષે ભરાયેલા શિક્ષકોએ ગેટમેન ખસેડીને ગેટને ધક્કો મારીને શાળામાં આવેલી આચાર્યની ઓફિસમાં ધસી ગયા હતા.આચાર્યને ઉગ્ર રજૂઆત કરી હતી. જેથી કેળવણી મંડળના પ્રમુખ અને હોદેદારો સાથે શિક્ષકોએ વાટાઘાટો કરી હતી . આખરે મેનેજમેન્ટની બે નિયમોનું પાલન કરવાની ખાતરી આપી હતી.જયારે મેનેજમેન્ટે યુનિફોર્મનો નિયમ પડતો મુકતા મામલો થાળે પડયો હતો.

કરમસદ ગામે સરદાર પટેલ કેળવણી મંડળ સંચાલિત સરદાર પટેલ હાઇસ્કૂલનું ગતવર્ષે બોર્ડનું પરિણામ 40 ટકા આવ્યું હતું .જેથી સરદાર પટેલ કેળવણી મંડળના સંચાલકોએ સ્કૂલનું પરિણામ સુધારવાના હેતુથી શાળાના સમયમાં બે કલાકનો વધારીને સવારે 7 થી 2કલાક કરવા,તેમજ બાળકોને સારૂ શિક્ષણ પુરૂ પાડવાનો તેમજ શાળામાં બહારથી આવેલ કોઇ પણ વ્યકિત ને ઓળખી શકાય તે માટે શિક્ષકો માટે યુનિફોર્મ નક્કી કરવાનો નિર્ણય લઇને શિક્ષકોને તે અંગેની જણ કરવામાં આવી હતી.પરંતુ શિક્ષકોને યુનિફોર્મ માન્ય ન હતો જેથી શનિવાર સવારે શાળાએ શિક્ષકો આવ્યા.

ત્યારે મેનેજમેન્ટ ગેટ બંધ કરીને દીધો હતો. યુનિફોર્મ હોય તો પ્રવેશ દેવાશે તેમ જણાવતાં શિક્ષકો અને મેનેજમેન્ટ વચ્ચે વિવાદ વર્કર્યો હતો. આખરે શિક્ષકોએ ગેટમેન હટાવીને ધક્કો મારીને ગેટ ખોલીને શાળામાં પ્રવેશીને શાળાના આચાર્ય સામે ઉગ્ર રજૂઆત કરી હતી. આખરે મેનેજમેન્ટ ત્રણમાંથી બે માંગમીઓ શિક્ષકો માન્ય રાખી હતી. જયારે મેનેજમેન્ટ શિક્ષકોના યુનિફોર્મ ફરજીયાત કરવાના નિર્ણયને પડતો મૂકતો મામલો થાળે પડયો હતો.

વિવાદનો હાલ પુરતો અંત આવ્યો છેઃ આચાર્ય
સરદાર પટેલ હાઇસ્કુલના આચાર્ય દિપકભાઇ જણાવ્યું હતું કે, માધ્યમિક શિક્ષણમાં શિક્ષકોના યુનિફોર્મની કોઇ જોગવાઇ નથી.પરંતુ મંડળે યુનિફોર્મ ફરજીયાત કરતાંવિવાદ છેડાયો હતો. જો કે મંડળના પ્રમુખ અને હોદેદારો શિક્ષકો સાથે બેઠક કરીને ચર્ચા વિચારણ કર્યાબાદ હાલ પૂરતો યુનિફોર્મનો પ્રશ્ન મોકુફ રાખવામાં આવતાં વિવાદ અંત આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...