બંને પક્ષ સામ સામે:બાકરોલના આત્મિયધામ ખાતે મહાપૂજાના બેનર મુદ્દે ઘમાસાણ, જૂના હોર્ડિંગ્સ કાઢીને ફેંકી દીધા

આણંદ2 દિવસ પહેલા
  • કૉપી લિંક

આત્મિય વિદ્યાધામ બાકરોલમાં બેનર લગાવવા મુદ્દે બે પક્ષો સામ-સામે આવી ગયા હતા. જેને લઈને સમગ્ર મામલો વિદ્યાનગર પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. બંને પક્ષોએ આ મામલે વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં લેખિતમાં અરજી કરી છે.

વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં કમલેશકવાએ આપેલી અરજીમાં જણાવ્યું હતું કે, શ્રેયસ પટેલ ઉર્ફે ભગત (રહે. ધર્મજ), બંટી યોગેશ પટેલ (રહે. સોખડા), હરિકૃષ્ણ પટેલ (પિન્ટુ) (રહે. માંજલપુર), પ્રણવ પટેલ (રહે. આસોજ), મિતેષ (રહે. તરસાલી), પ્રતિક ડી. પટેલ (રહે. સોખડા), પિન્ટુ, પરિક્ષિત પટેલ (રહે. હરિધામ, સોખડા), દિવ્યાંગ પટેલ (રહે. હરિધામ, સોખડા), હિતેષ પરમાર (રહે. સોખડા), ધવલ ચૌહાણ, કમલેશ પટેલ (બંને રહે. આણંદ) શુક્રવારે બપોરે સાડા બાર કલાકે આવ્યા હતા.

આત્મીય વિદ્યાધામમાં પરવાનગી વગર પ્રવેશ મેળવ્યો હતો. જે બાદ તેઓએ મેઇન ગેટ પાસે આવેલી સિક્યોરીટી કેબિન પર લગાડેલા આત્મીય વિદ્યાધામના નિર્દેશ કરેલા હોર્ડિંગ્સ બોર્ડ કાઢીને ફેંકી દીધા હતા.તેમજ નવા બોર્ડને આત્મીય વિદ્યાધામના મુખ્ય પ્રવેશ દ્વારા પાસે પરવાનગી વગર લગાડી દીધું હતું વધુમાં તેમને રોકવા જતા તમામે અસભ્ય વર્તન કર્યું હતું.

બીજી તરફ સામા પક્ષે ધર્મજના શ્રૈયસ પટેલે કલ્પેશ ઉર્ફે પરમા સુરેશ કવા, ચિંતન ભરત પટેલ, જતીન પ્રવિણ પટેલ, ભાવેશ હાપાણી, ચૌહાણ ધર્મેશ ઉર્ફે પૂજન, પરમાનંદ શેઠીયા, ઘનશ્યામ નિર્મલ પટેલ, પંચાલ ચંદુલાલ, ટંડેલ પરાગ દલુભાઈ, હિરેન તુલસીભાઈ, મૈયાત્ા પરાગ કેશુ વિરૂદ્ધ અરજી આપી હતી.

જેમાં તેમણે જણાવ્યું હતું કે, શ્રાવણ માસ નિમિતે સમૂહ મહાપૂજાનું આયોજન કરાયું હોય તેની તૈયારીના ભાગરૂપે બેનર લગાવ્યા હતા. જે તમામે ભેગા મળીને મંિદરનું જૂનું બોર્ડ હતું તે ઉતારીને નવું બોર્ડ લગાવ્યું હતું અને મુખ્ય દરવાજો જોરથી બંધ કરી દઈ સાથી સેવકોને બેનર મારતાં અટકાવ્યા હતા. વધુમાં કોની મંજૂરીથી આવ્યા છો તેમ કહી અપશબ્દ કહ્યા હતા. વિદ્યાનગર પોલીસે બંને પક્ષે અરજી લઈ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...