વહીવટનો વિવાદ:આણંદના જાગનાથ મહાદેવ મંદિરમાં વિવાદ, ગેસ અને લાઇટના કનેકશન કપાયાં

આણંદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટ્રસ્ટી અને ગાદીપતિ વચ્ચે ચાલી રહેલો ગજગ્રાહ ચરમસીમાએ પહોંચ્યો

આણંદ શહેરના વરસો જુના અને આસ્થાના કેન્દ્ર સમા જાગનાથ મહાદેવ મંદિરમાં ગાદીપતિ મહંત અને ટ્રસ્ટી વચ્ચે ચાલી રહેલો ગજગ્રાહ ચરમસીમાએ પહોંચ્યો હતો. મહંત સામે પોલીસ ફરિયાદ બાદ હવે ગેસ અને લાઇટ કનેકશન કપાતાં ફરી વિવાદ ઉભો થયો છે.

આ અંગે સ્વામી શુભમપુરીએ જણાવ્યું હતું કે, પોલીસ સ્ટેશનમાં ટ્રસ્ટની ઠરાવ બુક જમા હોવા છતાં રવિન્દ્ર પટેલ તથા તેમના મળતિયાઓએ ગેરકાયદેસર ઠરાવ બુક બનાવી અને લેટર બુક બનાવી પોલીસ અને ચેરિટી કમિશનરને ગુમરાહ કરી રહ્યાં છે. રવિન્દ્ર પટેલ તથા તેમના મળતિયાઓ મંદિરની દાન પેટીની તથા સખાવતની રકમ, દુકાનભાડાની આવકો પોતાના કબજામાં લઇ મંદિરનો વિકાસ રૂંધી નાંખ્યો છે. હાલ સાધુ - સંતોને જીવન નિર્વાહમાં તકલીફ પડી રહી છે. ગેસ બીલ અને લાઇટ બીલ ન ભરાતા કનેકશન કાપી નાંખવામાં આવ્યાં છે. જેનો સાધુ - સંતો, અખાડાઓ તથા હિન્દુ સમાજ સખત શબ્દોમાં વિરોધ કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...