રોષ:ખડોલ (હ)ના યોગ્યતા ન ધરાવતાં શિક્ષકને પુનઃ મુકાતાં વિવાદ વકર્યોં

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • DPO શિક્ષાત્મક પગલાં લેવાને બદલે છાવરતાં રોષ

આણંદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંધ દ્વારા યોગ્ય ન ધરવતા ખડોલ(હ)ના શિક્ષકનો વિવાદ વધુ કર્યો છે. આણંદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને સત્તા ના હોવા છતાં અયોગ્ય પ્રમાણપત્ર ધરાવતા શિક્ષકને ધો 1 થી 5માં મુકવાની જગ્યાએ ધો 6 થી 8માં મુકી દેતાં ખડોલ(હ)ની શાળામાં યોગ્યાતા ધરાવતી શિક્ષકા વધમાં પડતાં તેની નોકરી જોખમાં મુકાઇ છે. રાજય સરકારે 2012માં સાહિત્ય સુધારક, હિન્દી સેવક, સંગીત વિશારદ જેવી લાયકાત ધરાવતા શિક્ષકોને ધો-06 થી 08માં ભરતી કરવી નહીં તેવો સરકારનો પરિપત્ર છે.

તેમજ છતાં ખડોલ( હ) પ્રાથમિક શાળામાં ધો 6 થી 8માં યોગ્ય લાયકાત ધરાવતા ન હોવા છતાં તેઓને 2015 મુકવામાં આવ્યા હતા. જે તે વખતે શિક્ષણ વિભાગ દ્વારા જણાવ્યું હતું. કે જો તમારી વિગતોની લાયકાત ભવિષ્યમાં ખોટી માલૂમ પડેશે. તો આપનો વિકલ્પ આપોઆપ રદ ગણાશે. સેવા શિસ્તના પગલાં લેવાશે. તેવું હુકમમાં જણાવ્યું હોવા છતાં કોઇજ કાર્યવાહી કરી ન હતી. જેના કારણે ખરેખર લાયકાત ધરાવતા એક મહિલા શિક્ષકા વધમાં પડતાં તેઓની નોકરી જોખમમાં મુકાઇ છે. જેને લઇને રોષ જોવા મળે છે.

અન્ય સમાચારો પણ છે...