અસભ્ય વર્તનનો આક્ષેપ:લાંભવેલના વિવાદી શિક્ષક- શિક્ષિકાની 50 કિમી દૂર બદલી, સ્કૂલનું તાળું ખૂલ્યું

આણંદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તપાસ કમિટીના રિપોર્ટમાં તથ્ય જણાતાં કાર્યવાહી
  • શિક્ષિકાની ખંભાત અને શિક્ષકની તારાપુર તાલુકાની શાળામાં બદલી કરાઇ

આણંદ નજીક લાંભવેલ તાબેના ખોડિયારનગર પ્રાથમિક શાળામાં શિક્ષક શિક્ષિકા શિક્ષણ પાઠ બાળકોને ભણાવવાની જગ્યાએ પ્રેમલીલા વ્યસ્ત રહેતા વાલીઓએ મંગળવાર રોજ તાળાબંધી કરીને વાલીઓ શિક્ષક-શિક્ષિકાની બદલી કરવાની માંગ કરી હતી.જેના પગલે જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગે તાત્કાલિક ત્રણ સભ્યોની કમિટીની બનાવી તપાસ હાથ ધરી હતી. કમિટીના રિપોર્ટમાં વાલીઓની વાત તથ્ય હોવાનું જણાઇ આવતાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ શિક્ષિકાની બદલી ખંભાત તાલુકા અને શિક્ષકની બદલી તારાપુર તાલુકામાં કરવાનો આદેશ કર્યો છે.

લાંભવેલ ગામે ખોડિયારનગરમાં આવેલી પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં મુસ્લિમ શિક્ષકના એક હિન્દુ શિક્ષિકા સાથેના પ્રેમ પ્રકરણને લઈ ગ્રામજનોએ હોબાળો મચાવી મંગળવારે સ્કૂલમાં તાળાબંધી કરી હતી. વાલીઓ દ્વારા બંનેની બદલી ન થાય ત્યાં સુધી બાળકોને શાળાએ ન મોકલવાનો નિર્ણય કર્યો હતો. જેને લઇને પ્રાથમિક શિક્ષણાધિકારીએ તાત્કાલિક તપાસ કમિટી બનાવીને શિક્ષક -શિક્ષિકા સામેના આક્ષેપ સાચા છે કે નહીં તેની તપાસ સોંપી હતી.ત્રણ સભ્યો બે દિવસ સુધી તપાસ કરીને રિપોર્ટ તૈયાર કરીને શિક્ષણાધિકારીને મોકલી આપ્યો હતો.

જેમાં ગ્રામજનોએ કરેલા વાલીઓમાં તથ્ય જણાયું હતું .જેથી શિક્ષિકાની બદલી ખંભાત તાલુકાના તરકપુરમાંઅને શિક્ષકની બદલી તારાપુર તાલુકાના મિલરામપુરા પ્ાથમિક શાળામાં શિક્ષાત્મક પગલાં રૂપે કરવામાં આવી છે. આમ બંને શિક્ષકોની 50 કિમી દૂર બદલી કરીને મામલો થાળે પાડયો હતો. શિક્ષણ વિભાગે કાર્યવાહી કરવાની ખાતરી બુધવારે આપતાં ગુરૂવારે વાલીઓ પોતાના બાળકો મોકલ્યા હોવાનું વાલીઓએ જણાવ્યું હતું.

બંનેને અસભ્ય વર્તન ફરી ન કરવા ટકોર કરાઇ
પ્રા.શાળા ખોડિયારનગરમાં શિક્ષક શિક્ષિકાના પ્રેમ પ્રકરણના આક્ષેપ ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા હતા.જેથી આણંદ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પટેલના નેજા હેઠળ કમિટી બનાવીને તપાસ સોંપવામાં આવી હતી. તપાસ કમિટીનારિપોર્ટમાં વાલીઓની વાતમાં તથ્ય હોવાનું ખુલતા શિક્ષાત્મક પગલાં ભાગરૂપે બંને શિક્ષકોની બદલી કરવામાં આવી છે.બંનેને અસભ્ય વર્તન ફરી ન કરવા ટકોર કરવામાં આવી છે. - નિવેદિતા ચૌધરી, પ્રાથમિક શિક્ષણાધિકારી, આણંદ

અન્ય સમાચારો પણ છે...