24 કલાક ટીમો કાર્યરત:યમનોત્રીમાં ફસાયેલા યાત્રાળુઓ માટે આણંદમાં કન્ટ્રોલ રૂમ શરૂ, ગુજરાતના 10 હજાર જેટલા યાત્રાળુઓ ફસાઈ ગયા

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કોરોનાના સમયે દરમિયાન બે વર્ષ સુધી બંધ રહેલી ચારધામ યાત્રા ફરી શરૂ થઈ છે અને આ વખતે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. ત્યારે યમનોત્રી નજીક ભૂસ્ખલનને લીધે માર્ગ તૂટી જતા ગુજરાતના 10 હજાર જેટલા યાત્રાળુઓ યમનોત્રીમાં ફસાઈ ગયા છે. પરંતુ આણંદ જીલ્લામા હજુ સુધી કોઇ ફસાઈ ગયુ હોવાની એક પણ ફરીયાદ મળી નથી.તેમજ ફસાઈ ગયેલા યાત્રાળુઓને તાત્કાલિક મદદ મળી રહેવાના હેતુથી વહીવટી તંત્ર દ્વારા કંટ્રોલ રૂમ શરૂ કર્યો છે.જે સતત 24 કલાક ટીમો કાર્યરત રહેશે.

પ્રાપ્ત વિગત મુજબ ચારધામની યાત્રાએ આણંદ શહેર સહિત જીલ્લામાંથી મોટી સંખ્યામાં યાત્રાળુઓ ગયા છે. ત્યારે યમનોત્રી નજીક રાણા ચટ્ટી પાસે ભૂસ્ખલનને લીધે માર્ગ તૂટી ગયો છે અને હવે નાના વાહનો ચાલતા થયા છે. પરંતુ મોટા વાહનો હજી પસાર થઈ શકતા નથી.વળી આ નાના વાહનોનું પરિવહન શરૂ થઈ ગયું હોય રસ્તો જલદી રિપેર પણ થઇ શકતો નથી.

આથી યાત્રાળુઓ યમનોત્રીમાં ફસાઈ ગયા હોવાથી સ્થાનિક તંત્ર દ્વારા રહેવા જમવા કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. આણંદ જિલ્લા કલેકટર મનોજ દક્ષિણીએ જણાવેલ કે આણંદ યમનોત્રી નજીક ભૂસ્ખલનને લીધે માર્ગ તૂટી જતા યાત્રાળુઓ ફસાઈ ગયા હોવાની આણંદ જીલ્લાના એક પણ યાત્રાળુઓની ફરીયાદ મળી નથી.છતાંય યાત્રાળુઓને તાત્કાલિક મદદ મળી રહે તેવા હેતુથી 02692-243222 કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...