છેતરપિંડી:અમૂલ બ્રાન્ડની બોગસ વેબ સાઇટ પર નિયંત્રણનો આદેશ

આણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભળતાં નામની વેબસાઈટ દ્વારા કરાતી છેતરપિંડી

અમૂલ બ્રાન્ડની નકલ કરીને ફેક વેબસાઈટ મારફતે નોકરી ફ્રેન્ચાઈઝી ડિલરશિપ ઓફર કરીને લોકો સાથે કરાતી ઓનલાઈન છેતરપીડી ઉપર નિયંત્રણ લાદતો દિલ્હી હાઇકોર્ટના જસ્ટીસ મુક્તા ગુપ્તાએ સિમાચિન્હરૂપ હુકમ આપ્યો છે.કોર્ટે અમૂલના ટ્રેડ માર્ક અધિકારનો ભંગ કરવાની સાથે સાથે જનતાનાં હિતોને નુકસાન કરી છેતરપિંડી કરતી પ્રવૃત્તિઓનો અંત લાવવા ટેલિકોમ વિભાગ માહિતી ટેકનોલોજી અને નેશનલ ઇન્ટરનેટ વેબસાઇટનો એકસેસ બ્લોક કરવા ઈન્ટરનેટ એક્સચેન્જ ઓફ ઈન્ડિયાને જણાવ્યું છે.

દેશની સૌથી મોટી ડેરી બ્રાન્ડ અમૂલને મોટી રાહત આપતાં અદાલતે ગો ડેડી, નેમચીપ, ફ્રીડમ, બીગરોક જેવા ડોમેઈન રજિસ્ટ્રાર કંપનીઓને આગળ કે પાછળ અમૂલનું નામ જોડીને કોઈ પણ કોમ્બીનેશન વડે વેચાણ કરાતાં કે સેલ ડોમઈન નામ ઓફર કરવા સામે નિયંત્રણ મૂકવા જણાવ્યું છે.અદાલતે એવું પણ અવલોકન કર્યુ છે કે પ્રસિધ્ધ ટ્રેડમાર્ક હોવાને કારણે અમૂલ આ પ્રકારની સુરક્ષાને પાત્ર છે. ઉલ્લેખનીય છે કે,સમગ્ર ભારતમાંથી બનાવટી વેબસાઈટસ મારફતે ગેરકાયદે અમૂલની ડિલરશીપ, ડિસ્ટ્રીબ્યુટરશીપ અને નોકરીઓ વગેરે ઓફર કરીને ઓનલાઈન છેતરપીંડી કરીને નાણાં પડાવી લેવાના બનાવો વધી ગયા છે. ત્યારે અદાલતનો આ હુકમ અમૂલ તથા જાહેર જનતાને રાહત આપનારો બની રહેશે.

અન્ય સમાચારો પણ છે...