નિર્ણય:આણંદ પાલિકાના પાપે શહેરમાં રખડતી ગાયો પકડવાનો કોન્ટ્રાક્ટરે ઈન્કાર કરી દીધો

આણંદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માલધારીઓની ધમકીઓ અને તંત્ર સહયોગ નહીં આપતું હોવાથી આખરે કંટાળીને નિર્ણય લીધો

આણંદ શહેરમાં રખડતી ગાયોનો ત્રાસ વધી ગયો હોવાથી આણંદ પાલિકાએ રખડતી ગાયો પકડવાનો કોન્ટ્રાકટ આપ્યો હતો.ત્યારે કોન્ટ્રાકટરે સ્વખર્ચે પોલીસ બંદોબસ્ત બોલાવીને 5 દિવસમા 11 પકડીને અજરપુરા પાંજરા પોળમાં પુરી દેવામાં આવી છે. પરંતુ રખડતી ગાયો પકડતી વખતે માલધારીઓનું ટોળુ ગાયોને ભગાડી દેતા હોય અને વારંવાર ધમકીઓ આપતાં આખરે કોન્ટ્રાકટરે પાલિકા તંત્ર સહયોગ નહીં આપતુ હોવાથી આખરે કંટાળીને આવતી કાલથી શહેરમાં રખડતી ગાયો નહીં પકડવાનો લેખિતમાં સેનેટરી ઈન્સ્પેકટર વિભાકર રાવને લેખિતમાં આપી ઈન્કાર કરી દીધો છે.

જેના કારણે શહરમાં માર્ગો પર રખડતી ગાયોનો આંતક વધી જશે. પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ નગર પાલિકા દ્વારા ચાર માસ અગાઉ મળેલી બેઠકમાં ગાયો પકડવા માટે ગામડીની એક સંસ્થાને કોન્ટ્રાકટ આપ્યો હતો. પરંતુ પાલિકા દ્વારા કોન્ટ્રાકટરને કોઇ સહયોગ કરવામાં આવતો નથી.પોલીસ બંદોબસ્ત સુવિધા પુરી પાડવામાં આવતી નથી.તેના કારણે કોન્ટ્રાકટરને એક ગાયોને પકડવા માટે રૂા.2500 મળે છે.તેની સામે સ્વખર્ચે પોલીસ બંદોબસ્ત મેળવવા તેમજ ગાયોને પાંજરા પોળમાં મોકલવાનો ખર્ચ વધી જાય છે.તેના કારણે કોન્ટ્રાકટર મુંઝવણમાં મુકાય ગયા છે.

આખરે આણંદ નગરપાલિકા સતાધિશોને લેખિતમાં કોન્ટ્રાકટરે રખડતી ગાયો નહીં પકડવામાં કામ નહીં કરે તેવી જણ કરી હતી.આમ રખડતાં ઢોર નો પ્રશ્ન ઠેર નો ઠેર રહેવા પામ્યો છે. બે માસમાં રખડતીગાયોને બે ભોગ લીધો હોવા છતાં આણંદ પાલિકા દ્વારા આ બાબતને ગંભીરતાથી લેવામાં આવતી નથી.જેને લઇને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...