મોતની દીવાલ:આણંદના સારસામાં મકાનના બાંધકામ દરમિયાન સ્લેબ અને દીવાલ ધરાશાયી થતા કોન્ટ્રાકટરનું મોત

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘરમાં રહેતા તમામ સભ્યોનો આબાદ બચાવ

આણંદના સારસામાં નવા બનતા મકાનનો સ્લેબ ધરાશયી થતા કોન્ટ્રાકટરનું મોત નીપજ્યું અને એક મજૂર ઇજાગ્રસ્ત થયો છે.તેમજ પાસેના ઘરમાં પણ પતરા સહિત છત તૂટી પડી હતી.જોકે આ ઘરના તમામ સભ્યોનો આબાદ બચાવ થયો હતો.જોકે તેઓને હાલ ક્યાં રહેવુ તે પ્રશ્ન પીડા આપી રહ્યો છે.બનાવના પગલે ગામમાં ભારે ચકચાર મચી જવા પામી છે. વાતાવરણ ખરાબ અને જિલ્લામાં ભારે વરસાદના પગલે દુર્ઘટના સર્જાઈ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યાં છે.

આણંદના સારસાના મેલડી માતાના ફળિયામાં રહેતા ભરતસિંહ રાઉલજી જૂનું મકાન તોડી નવું મકાન બનાવવાનો કોન્ટ્રાકટ ઉમરેઠ તાલુકાના અહીમા ખાતે રહેતા ભગવાનભાઈ ચૌહાણને આપ્યો હતો.બુધવારે અહીયા સ્લેબ ભરવાની કામગીરી કરવામાં આવી હતી. આ દરમિયાન સ્લેબ તથા તેની સાથે સાથે બાજુની દિવાલ એકાએક ધરાશાઈ થઈ હતી.‌ જેના કારણે અહીંયા ભારે અફડાતફડી મચી જવા પામી હતી.

આ સ્લેબ અને દિવાલના કાટમાળ નીચે ચૌહાણ ભગવાનભાઈ પુજાભાઈ (રહે.અહિમા, તા.ઉમરેઠ) દબાઈ જતાં તેઓને શરીરને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. સ્થાનિકોએ તુરંત કાટમાળ નીચે દબાયેલા ચૌહાણ ભગવાનભાઈને બચાવવા પ્રયાસ હાથ ધર્યો હતો. મહામેહનતે તેમને બહાર કાઢવામાં આવ્યા હતા અને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. પરંતુ તે પહેલા જ તેઓનું કરુણ મોત નિપજ્યું હતું. મહત્વનુ છે કે છેલ્લા એક સપ્તાહથી સતત વાતાવરણ ભેજવાળું હોવાથી અને વરસાદી વાતાવરણના પગલે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યાં છે.

બીજી તરફ આ ઘટનાને પગલે પાસે જ રહેતા રાજેન્દ્રસિંહ ગણપતસિંહ રાજનું મકાન પણ ધરાશયી થયું છે.તેઓના જણાવ્યા મુજબ તેઓની દીકરી ગૌરી વ્રત હોઈ જમવા જ બેઠા થતા ત્યાં છત ઉપરની પીઢ કડાકાનો અવાજ આવતા જ તેઓ ચેતી ગયા હતા.અને પત્નિ અને બે પુત્રીઓને લઈ તુરંત ઘરની બહાર નીકળી ગયા હતા.જેવા ઘરની બહાર નીકળ્યા કે તરત જ ઘરની છત પીઢ સહિત ધરાશયી થઈ હતી.જોકે હાલ તેઓને ક્યાં રહેવું તે પ્રશ્ન હજુ સતાવી રહ્યો છે.આ ઘટનાની જાણ પંચાયતને કરતા થતા તલાટી ઘટના સ્થળે પહોંચી પીડિતોને મળી કાયદેસરની કામગીરી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...