ચૂંટણીના ફોર્મ ભરવા માંડ ચાર દિવસ રહ્યાં છે. તેમ છતાં આણંદ જિલ્લાના કોંગ્રેસ દ્વાર 6 બેઠકના ઉમેદવાર જાહેર કરાયા નથી. જેથી 40 વધુ દાવેદારો મુંઝણવ અનુભવી રહ્યાં છે. જ્યારે ભાજપના ઉમેદવારની યાદી જાહેર થઇ જતાં તેઓ પ્રચાર શરૂ કરી દીધો છે. પરંતુ કોંગ્રેસની યાદી જાહેર ન થતાં ઉમેદવારનો પ્રચાર સમય ઘટી રહ્યો છે. પેટલાદ બેઠક પર ભરતસિંહ અને નિરંજન પટેલને લઇને કોકડુ ગુંચવતા કોંગ્રેસ અન્ય બેઠકના ઉમેદવારો જાહેર કરાયા નથી. ખાસ કરીને 5 ક્ષત્રિય અને 2 પાટીદારનું કોમ્બીશન જાળવવા માટે મથામણ ચાલી રહી છે. જેથી ઉમેદવારોની યાદી કામ અટવાયું છે. પેટલાદ પર ક્ષત્રિય ઉમેદવાર મુકાય તો ખંભાત કે અન્ય કોઇ બેઠક પર પાટીદારને ઉતારવા પડે તેમ છે.
આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મહેન્દ્રસિંહ પરમારે જણાવ્યું હતું કે. આણંદ, બોરસદ,આંકલાવ અને સોજીત્રામાં ધારાસભ્યોને રીપીટ કરાઇ તેવી સંભાવના છે. જયારે ઉમરેઠ બેઠક એનસીપીને ફાળે ગઇ છે.ત્યાં પટેલ ઉમેદવાર હોવાથી હવે પેટલાદ કે ખંભાત બેઠક પર પટેલ કે ક્ષત્રિય ઉમેદવારને ઉતારવાની મથામણમાં કોંગ્રેસની યાદી અટવાઇ ગઇ છે. જો કે ગુજરાત કોંગ્રેસના મોવડી મંડળની અમદાવાદ બેઠક મોડીરાત્રે મળનાર છે. જેમાં પેટલાદ બેઠક પર ચિત્ર સ્પષ્ટ થઇ જતાં મોડીરાત્રે કે વહેલી સવારે આણંદ જિલ્લાના 6 ઉમેદવારની યાદી જાહેર થશે.
ઉમરેઠ કોંગ્રેસનો ભડકો, અપક્ષ ઉમેદવારીની તૈયારીઓ
ઉમરેઠ વિધાનસભામાં કોંગ્રેસમાંથી ટિકિટ મેળવવા માટે 20થી વધુ દાવેદારોએ દાવેદારી નોંધાવી હતી. જ્માં પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ સહિત યુવા કાર્યકરોએ દાવેદારી નોંધાવી હતી. પરંતું ગઠબંધન થતા NCPને ટિકિટ ફાળવવામાં આવતાં કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓમાં રોષ જોવા મળી રહ્યો છે. NCPના ઉમેદવારને સપોર્ટ નહીં કરવાનો નિર્ણય લીધો છે તો વળી કોંગ્રેસના ઉચ્ચ નેતાએ અપક્ષ દાવેદારી નોંધાવવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેવી સ્થિતિ ભાજપમાં પણ જોવા મળી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.