કાર્યવાહી:કેનાલમાં કેમિકલનો નિકાલ કરવાના ષડયંત્રનો પર્દાફાશ : બેની ધરપકડ

આણંદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહેમદાવાદની વરસોલા પાસે આવેલી દર્શ ફાર્મા કંપનીનું કરતુંત : પોલીસે કંપની સહિત ચાર સામે ગુનો નોંધ્યો

ઉમરેઠ તાલુકાના સુરેલીથી લાલપુરા તરફ જવાના માર્ગે આવેલી કેનાલમાં માનવજીવને નુકસાન પહોંચાડતા એસિડિક વેસ્ટ પ્રવાહીનો નિકાલ કરવામાં આવતો હોવાની બાતમી આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. જેને પગલે પોલીસે સોમવારે રાત્રે કેનાલ પર દરોડો પાડ્યો હતો. એ સમયે બે શખસો ત્યાં હાજર મળી આવ્યા હતા. વધુમાં કેનાલ તરફ ટેન્કરનો પાછળનો ભાગ હતો. પાછળના ભાગે આવેલા વાલ્વમાં પાઈપ ફીટ કરેલી હતી. જેનો એક છેડો નહેરના પાણીમાં હોય અને ટેન્કરમાંથી પ્રવાહી નહેરના પાણીમાં પડતું હોય પોલીસે તુરંત જ વાલ્વ બંધ કરાવી દીધો હતો.

વધુમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓને બોલાવી કેમિકલ બાબતે પૂછપરછ કરતાં કેમિકલથી નાક તથા આંખમાં બળતરા થવાનું જણાવ્યું હતું. પોલીસે પકડી પાડેલા બે શખસના નામ-ઠામ પૂછતાં ભાવેશ રમેશ ગોહેલ (રહે. ખેડા) અને બીજો હિમંત ઉર્ફે અમતા વાલા ડામોર (રહે. મહીસાગર) હોવાનું જણાવ્યું હતું. કેમિકલ તેમને મહેમદાવાની વરસોલા સ્થિત દર્શ ફાર્મા કંપનીમાંથી પરબતભાઈએ ભરાવી આપ્યું હોવાનું જણાવ્યું હતું. પોલીસે ચારેય વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...