તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:આણંદમાં કૃષિ કાયદાના વિરોધમાં કોંગ્રેસના સુત્રોચ્ચાર: 7ની અટકાયત

આણંદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • દેશમાં હરિત ક્રાંતિને ખતમ કરવાનું ધૃણાસ્પદ ષડયંત્ર : કોંગ્રેસ

દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના સમર્થનમાં આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શુક્રવારે સવારે આણંદ શહેરમાં અમુલ ડેરી પાસે ધરણા કરી પ્લેકાર્ડ પ્રદર્શિત કરી સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેમણે કેન્દ્રની સરકારની કાયદા સંબંધે ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે, મોદી સરકારે ત્રણ કાળા કાયદા ઘડીને દેશના 62 કરોડો અન્નદાતાઓને મુઠ્ઠીભર મૂડીપતિઓના હાથમાં ગિરવે મૂકી દીધું છે. વધુમાં હરિત ક્રાંતિને ખતમ કરવાનું ધૃણાસ્પદ ષ્ડયંત્ર રચ્યું છે. કૃષિ સંબંધિત ત્રણેય કાયદાઓ તાત્કાલિક પાછા ખેંચી રદ્દ કરવાની માંગ કરી હતી. જોકે, આણંદ શહેર પોલીસે કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી હતી.

ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને લખાયેલા અને કલેક્ટરને આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે, મોદી સરકાર દ્વારા પ્રસ્થાિપત સંસદીય પ્રણાિલનો ભંગ કરીને મૌખિક મતદાન દ્વારા ઉતાવળે ચર્ચા વગર જ ત્રણેય કાયદા પસાર કરવામાં આવેલા છે. કાળા કાયદા સમાન આ ત્રણ વિધેયક જેમાં કૃષિ ઉપજ વ્યાપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સરળીકરણ) વિધેયક 2020, કિસાન (સશક્તિકરણ અને સરક્ષણ) કિંમત બાંહેધરી અને કૃષિ સેવા પર કરાર વિધેયક-2020 અને આવશ્યક ચીજવસ્તુઓ (સુધાર) વિધેયક 2020નો સમાવેશ થાય છે, જેને રદ્દ કરવા જોઈએ. આવેદનમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે, જો એપીએમસી નાબુદ કરવાથી કૃષિ પેદાશ ખરીદ વ્યવસ્થા સંપૂર્ણપણે ખતમ થઈ જશે. આ સ્થિતિમાં ખેડૂતોને ના તો લઘુત્તમ મૂલ્ય મળશે કે ન તો બજારભાવ પ્રમાણે પાકની કિંમત મળશે. તેનાથી મોટું નુકસાન ખેડૂતો અને ખેતમજૂરોને થશે. વધુમાં શ્રીમંતો જો તેમના ખેતરમાંથી જ સીધા ઉપજ ખરીદશે તો ઉપજનું લઘુત્તમ મૂલ્ય કેવી રીતે મળશે ? બજાર સિસ્ટમ નાબુદ થવાથી લાખો કરોડો મજૂરો, આડતિયાઓ, ટ્રાન્સપોર્ટસ, વિક્રેતાઓની રોજીરોટી છીનવાશે.

ખેડૂતની જમીનમાં ખેતમજૂર બનાવવાનો ઈરાદો છે
ખેડૂતોને કોન્ટ્રેક્ટ સિસ્ટમમાં ફસાવીને તેમની પોતાની જ જમીનમાં માત્ર ખેતમજૂર બનાવી દેવાનો ઈરાદો મોદી સરકાર ધરાવે છે.કોન્ટ્રાક્ટ ફાર્મિગ બિલની સૌથી મોટી ખામી એ છે કે તેમાં લઘુત્તમ સમર્થન મૂલ્ય આપવા એ ફરજીયાત નથી. બજાર પ્રથા નાબુદ થવાથી ખેડૂતનો કોન્ટ્રેક્ટ ફાર્મિગ પર આધાર રાખવો પડશે અને મોટી કંપનીઓ તેમના ખેતર પર જ ખેડૂતની કૃષિ પેદાશોના ભાવ નક્કી કરશે. > મહેન્દ્રસિંહ પરમાર, પ્રમુખ, આણંદ જિલ્લા કોંગ્રેસ.

તમામ કાર્યકરોની અટકાયત બાદમાં છૂટકારો થયો
કોંગ્રેસના જિલ્લા પ્રમુખ મહેન્દ્રસિંહ પઢીયાર, પેટલાદના ધારાસભ્ય નિરંજન પટેલ, શહેર કોંગ્રેસ પ્રમુખ અલ્પેશ પઢીયાર, જીલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ સાવજસિંહ ગોહેલ, મહિલા અગ્રણી ઈશ્વરીબેન શર્મા સહિત આગેવાનો દ્વારા પ્લેકાર્ડ પ્રદર્શિત કરી સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરાયું હતું. જોકે, તેઓ બેઠાં હતા એ સમયે સ્હેજપણ સામાજિક અંતર જાળવ્યું નહોતું. પોલીસ દ્વારા તમામ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. જેમનો બાદમાં છૂટકારો થયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો