આક્રોશ:કોંગ્રેસે તાલુકા કક્ષાએ પેટ્રોલ ડીઝલ ઉપરના ભાવવધારા સામે વિરોધ પ્રદર્શન કર્યું, અમિત ચાવડા સહિત કોંગેસના આગેવાનોની અટકાયત

આણંદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉમરેઠ અને તારાપુર તાલુકા કોંગ્રેસ દ્વારા પેટ્રોલ પંપ ઉપર વિરોધ કરી સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર કર્યા

આણંદ જિલ્લા કોંગ્રેસ દ્વારા કેન્દ્ર સરકાર વિરૂદ્ધ આંદોલનનો માહોલ ઉભો કરાઈ રહ્યો છે. પટ્રોલ ડીઝલના અને ખાદ્યતેલના ભાવવધારા મુદ્દે મોંઘવારી બાબતે સરકારની નિષ્ફળતા છતી કોંગ્રેસી આગેવાનો જંગે ચઢ્યા છે. જોકે રાજ્યમાં આપનો વધતો પ્રભાવ કોંગ્રેસ માટે ચિંતાનો વિષય બન્યો છે. જેમાં આજે કોંગ્રેસે તાલુકા કક્ષાએ પેટ્રોલ ડીઝલ ઉપરના ભાવવધારા સામે વિરોધ પ્રદર્શન કર્યું છે. તેમાં અમિત ચાવડા સહિત કોંગેસના આગેવાનોની અટકાયત કરવામાં આવી છે.

પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ડીઝલના ભાવ વધારાનો વિરોધ કર્યો

ગઈકાલે જિલ્લા કક્ષાએ પેટ્રોલ અને ડીઝલના ભાવવધારાનો વિરોધ કરી કોંગ્રેસે આજે વિધાનસભા દીઠ વિરોધ પ્રદર્શનનો વ્યૂહ અપનાવ્યો છે. જે બાબતે ઉમરેઠ, તારાપુર, આંકલાવ સહિતના તાલુકાઓમાં વિરોધ પ્રદર્શનો કરતા પોલીસ દ્વારા કોંગેસના અગેવાનો અને નેતાઓની અટકાયત કરાઈ હતી. આણંદ જિલ્લા કોંગ્રેસ દ્વારા વિધાનસભા દીઠ મોંઘવારી વિરૂદ્ધ જાહેર વિરોધ પ્રદર્શનના કાર્યક્રમો યોજયા હતા. ઉમરેઠ તાલુકા કોંગ્રેસ અને તારાપુર તાલુકા કોંગ્રેસ દ્વારા પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ડીઝલના ભાવ વધારાનો વિરોધ કર્યો હતો અને સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા.

સરકારની ખોરી નીતિનો વિરોધ નોંધાવ્યો

ઉમરેઠ ઓડ ચોકડી પાસે આવેલા પેટ્રોલ પંપ પર તાલુકા અને શહેર કોંગ્રેસ સંગઠન દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં કોંગ્રેસ સમિતિના પ્રમુખ સંજય પટેલ, ઉમરેઠ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમર જોષી, ઉમરેઠ શહેર એનસીપી પ્રમુખ ભદ્રેશ વ્યાસ, કાઉન્સીલર લવભાઈ દોશી, અલ્કેશ કાછિયા વગેરે હાજર રહીને સરકારની ખોરી નીતિનો વિરોધ નોંધાવી રહ્યાં હતા.

કોગ્રેંસી કાર્યકરોએ પેટ્રોલ પંપ પર ભાવ વધારાના વિરોધમાં સુત્રોચ્ચાર કર્યા

તારાપુર ગામે પણ ધારાસભ્ય પૂનમભાઈ પરમાર સહિત કોગ્રેંસી કાર્યકરોએ પેટ્રોલ પંપ પર ભાવ વધારાના વિરોધમાં સુત્રોચ્ચાર કર્યા હતા. આંકલાવ ખાતે પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અને આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાએ પેટ્રોલ ડીઝલના ભાવ વધારો પાછો ખેંચવાની માંગ સાથે રેલી કાઢી ધરણા કર્યા હતા અને પેટ્રોલ પંપની બહાર પ્લેકાર્ડ સાથે સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરતા પોલીસે અમિત ચાવડા સહિત કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...